મ્યુનિસિપલ વિસ્તારમાં દરોજ ૧૭૦૦ કોરોના દર્દીઓ મળી રહ્યા છે અને દર્દીઓના સગા સંબંધીઓ સારવાર માટે દોડી રહ્યા છે.
ઓક્સિજનના અભાવને કારણે નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરી શકાતી નથી. કલ્યાણના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કોવિડ હોસ્પિટલો શરૂ કરવા ઓક્સિજન પ્લાન્ટ માટે તેમના ધારાસભ્ય ભંડોળમાંથી ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ધારાસભ્યના પુત્રના લગ્ન પણ થઈ રહ્યા છે ત્યારે ગાયકવાડે જણાવ્યું છે કે લગ્ન સાદાઈથી કરવામાં આવશે અને લગ્ન માટે કરવામાં આવતા ખર્ચનો અહિના નાગરિકો ના રસીકરણ માટે ખચૅ કરવામાં આવશે.
મ્યુનિસિપલ વિસ્તારમાં દરરોજ ૧૭૦૦ની આસપાસ દર્દીઓ મળી રહ્યા છે. દર્દીઓના પરીવાર ના લોકો સારવાર માટે દોડી રહ્યા છે. એક તરફ ઇંજેક્શનનો અભાવ અને બીજી તરફ ઓક્સિજન બેડનો અભાવ. નાગરિક ખૂબજ વ્યથિત છે. અનેવહીવટીતંત્રના પ્રયત્નો અપૂરતા છે. કલ્યાણ ડોમ્બિવલીમાં કેટલાક સ્થળોએ કોવિડ હોસ્પિટલો બનાવવામાં આવી છે. તેમાંથી કલ્યાણ પૂર્વના વિઠ્ઠલવાડીમાં ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર છે. થોડા દિવસોમાં હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓક્સિજન મળતું ન હોવાથી સરકારે નવી કોવિડ હોસ્પિટલ શરૂ ન કરવા વહીવટીતંત્રને ચેતવણી આપી છે. તેથી નવી કોવિડ હોસ્પિટલ શરૂ થઈ નથી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કલ્યાણ પૂર્વના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે તેમના ધારાસભ્ય ભંડોળમાંથી ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ગણપત ગાયકવાડના પુત્રના લગ્ન ૪ મેના રોજ થવાના છે. ગાયકવાડ પરિવાર મહિનાઓથી લગ્નની તૈયારી કરી રહ્યો હતો. કોવિડની મહામારી ને લીધે, આ લગ્ન ખૂબજ સાદગી પુણૅ કરવામાં આવશે. આ લગ્ન માટેનો બચેલા ખર્ચ અંગે ધારાસભ્ય ગાયકવાડે માહિતી આપી છે કે હવે તમામ નાણાં મત વિસ્તારના નાગરિકોના રસીકરણ માટે ખર્ચ કરવામાં આવશે.