સાવચેતીના પગલા રૂપે પોલીસ વહીવટીતંત્રે ગેસ ટેન્કર પલટી ખાઇ જવાને કારણે થોડા સમય માટે મુંબઇ-નાશિક હાઈવેને રોકી રાખ્યો હતો.
ટુ વ્હીલર સવારને એલપીજી ગેસ ટેન્કર સાથે ટકરાઈ સર્જાયેલ અકસ્માતમાં શનિવારે સાંજે સોનાલેગામ નજીક મુંબઇ-નાશિક હાઈવે ઉપર ટુ વ્હીલર સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ગેસ ટેન્કર પલટી ખાઈ ગયુ હતુ. સાવચેતીના પગલા તરીકે પલટાયેલા એલપીજી ટેન્કરમાંથી ગેસ નીકળતો હોવાથી પોલીસ વહીવટી તંત્ર દ્વારા હાઇવે પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
એલપીજી ટેન્કર મુંબઇથી નાસિક તરફ જઇ રહ્યું હતું ત્યારે સોનાલે ગામ ખાતે ટેન્કરને ટુ વ્હીલર સાથે ટકરાતાં ટેન્કર ચાલકે વાહનનો કાબૂ ગુમાવ્યો હતો અને એલપીજી ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. દરમિયાન ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે આ અકસ્માતની તાલુકા પોલીસ મથકે નોંધણીની કાર્યવાહી કરી છે.
સાવચેતીના પગલા તરીકે ગેસ ટેન્કર પલટી ખાઇ ગયું હતું તેથી પોલીસ વહીવટીતંત્રે થોડા સમય માટે મુંબઇ-નાશિક હાઈવેનો ટ્રાફીક રોકી રાખ્યો હતો, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તે પછી, હળવા વાહનોના વિકલ્પ તરીકે, મુંબઇ-નાશિક હાઈવે ઉપરની પાઈપલાઈન રોડ પરથી હળવા વાહનો છોડવામાં આવ્યા હતા