રાજ્ય સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે 15 મી એપ્રિલથી 31 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. તાળાબંધીના નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવા પાલિકા અને પોલીસને આદેશ અપાયો છે. ડોમ્બિવલીની મનપાડા પોલીસે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો પર દંડાત્મક કારવાઈ કરી. છેલ્લા ચાર દિવસમાં મનપાડા પોલીસે ટાટા પાવર, ખોણી નાકા, લોઢા જંકશન અને લોઢા પલાવા ખાતે 293 દુકાનો સામે વગર માસ્ક, સેનિટાઇઝ્ડ અને આરટીપીસીઆર તપાસણી નિયમોનું પાલન ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર વિવેક પાનસરે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જય મોરે, માનપડા પોલીસ સ્ટેશનના વપોની દાદાહરી ચૌરે ના માર્ગદર્શન નીચે પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઈમ) બાલાસાહેબ પવાર, પોલીસ કોંસ્ટેબલ મંદાર યાદવ, પોલીસ હવાલદાર સંતોષ ચૌધરી અને કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં 1,14,500 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સરકાર અને વહીવટીતંત્ર કોરોનાને કાબુમાં કરવા માટે કામ કરી રહ્યા છે. નાગરિકોએ તેમની જવાબદારી મુજબ ભીડને ટાળવી જોઈએ, કોઈ કારણ વિના ઘરની બહાર ન નીકળવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, ભારતીય સંસ્કૃતિ અનુસાર હાથ જોડવા જોઈએ, બંને વચ્ચે ઓછામાં ઓછું 3 ફૂટનું અંતર રાખવું જોઈએ, દુકાનદારોએ પોતાને અને સમાજને ધ્યાનમાં લેતા સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ એવું આવાહન પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઈમ) પવાર એ કર્યું છે.



