કલ્યાણ ડોમ્બિવલી કોર્પોરેશન દ્વારા કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કલ્યાણમાં આવેલા લગ્નમાટેના મેરેજ લોનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કલ્યાણ પશ્ચિમમાં ભવાની મેરેજ લોન અને વૈષ્ણવી મેરેજ લોનમાં 3 એપ્રિલના રોજ ૯૦૦ થી ૧૦૦૦ લોકોની ભીડ હતી, લગ્ન સમારોહમાં ફક્ત ૫૦ લોકો હાજર રહેવાના આદેશ હોવા છતાં. આ મામલો પોલીસના ધ્યાનમાં આવતા જ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર, લગ્નના આયોજક સુનિલ રાજારામ વાયલે, સુરેશ ગંગારામ મ્હાત્રે અને લગ્ન મેરેજ હૉલના મેનેજર રમેશ લક્ષ્મણસિંહ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે રોગચાળા અધિનિયમ (2) (3) (4) હેઠળ ગુનો નોધાતા કોવિડ નિયમોના ભંગ કરવા બદલ મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીની સૂચના મુજબ 30 એપ્રિલ સુધી બંન્ને લોન સીલ કરવાની કાર્યવાહી સી વોર્ડ ઓફિસર અક્ષય ગુડદે દ્વારા કરવામાં આવી હતી.


