
મધ્યરાત્રિએ માર્ગ પર કેબ ચાલકને અટકાવી લૂંટ ચલાવતા બે શખ્સોની કલ્યાણ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ના નામ આદિલ શેખ અને મુજાહિદ લંજેકર છે. બંનેએ અગાઉ કેબમા ધુસી કરી ત્યારબાદ તેઓએ ડ્રાઇવરને ચાકુનો ધાક બતાવી તેની પાસેથી બે મોબાઇલ ફોન અને પૈસા લૂંટી લીધા હતા. અગાઉ આ આરોપીઓ દ્વારા કેટલા લોકોની લૂંટ કરવામાં આવી હતી તેની તપાસ પોલીસ કરી રહી છે
મળેલી માહિતી મુજબ એન્ટોપહિલ વિસ્તારમાં રહેતો મુનવર હુસેન શેખ કેબ ડ્રાઇવર ૧૩ એપ્રિલની રાત્રે એક પેસેન્જરને મુકવા માટે ડોમ્બિવલી આવ્યો હતો. પેસેન્જરને છોડીને તે કલ્યાણ તરફ રવાના થયો.પત્રીપુલથી ગોવિંદવાડી બાયપાસ તરફ જતાં ફેનસ ઢાબા પાસે ઉભેલા બે શખ્સોએ મુનવરની કારને અટકાવી બે શખ્સો કારમા બેસી છરીનો ધાક બતાવી ડ્રાયવર પાસેથી રોકડ અને બે મોબાઇલ ફોન છીનવી લીધા હતા.
બંન્ને ચોરોએ વધુ પૈસા માંગી કારને એટીએમ તરફ લેવા કહ્યું ત્યારે ડ્રાયવરે કાર કલ્યાણ સ્ટેશન તરફ લીધી.શહેરમા કર્ફ્યુના કારણે રાત્રે પોલીસ પેટ્રોલીંગમાં હતી.ડાયવરે પોલીસનું વાહન નજીક આવતું જોયુ અને પોલીસના વાહનની સામે આવતાની સાથે જ તેણે હેન્ડબ્રેક લગાવી કારમાંથી બહાર નીકળી ગયો. આવી રહેલી પોલીસ પણ વાહનમાંથી નીકળી ગઈ હતી.
ડાયવરના કહેવા મુજબ પોલીસે વાહનમાંથી બંન્ને શખ્સોની ધરપકડ કરી હતી. લૂંટ ચલાવનાર આદિલ શેખ (૨૭)અને મુજાહિદ લેમ્બેકર (૩૦) ને પોલીસે પકડી પાડી લૉકપમા બંધ કયૉ હતા.
વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર યશવંત ચવ્હાણના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. કલ્યાણનાં પોલીસ કમિશનર વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે, બન્નેમાંથી એક સામે અનેક કેસ નોંધાયા છે. બંન્ને મળીને કેટલા લોકોને લૂંટી લીધા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. પાનસરે એ આરોપીઓને ઝડપી લેનારા પોલીસની પ્રશંસા કરી છે.


