Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલીમા ૬ સરકારી અને ૧૨ ખાનગી કેન્દ્રમાં વેક્સિન આપવાની શરૂઆત

photo from google.com

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં  તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોને કોવિડ -૧૯ની વેક્શિન આપવામાં આવી રહી છે. આ વેક્સિન સરકાર તરફથી ૬ કેન્દ્રમાં મફત અને ૧૨ ખાનગી કેન્દ્રમાં રૂપિયા ૨૫૦/- ચાજૅ લેવામાં આવેછે .મફત વેક્સિન આપનાર સરકારી કેન્દ્રમાં  વિભાગીય રેલ્વે હોસ્પિટલ, કલ્યાણ પૂવૅ,રૂખમણીબાઇ હોસ્પિટલ કલ્યાણ, શાસ્ત્રીનગર હોસ્પિટલ ડોમ્બિવલી વેસ્ટ,સાવળારામ કોવિડ સેન્ટર,ડોમ્બિવલી ઇસ્ટ,પ્રબોધન ઠાકરે શાળા નેતીવલી, કલ્યાણ પૂર્વ,લાલ ચૌકી,કોવિડ સેન્ટર કલ્યાણ પશ્ર્ચિમનો તેમાં સમાવેશ થાય છે.જ્યારે ૧૨ ખાનગી કેન્દ્રમાં રૂ.૨૫૦/ -  દરે વેક્સિન અપાય છે તેમાં  બાઝ આર આર હોસ્પિટલ,એમ્સ હોસ્પિટલ ડોમ્બિવલી ઇસ્ટ,મહા ગણપતી ટીટવાલા હોસ્પિટલ,ઈશા નેત્રાલય કલ્યાણ પશ્ર્ચિમ,સ્ટાર સિટી હોસ્પિટલ, કલ્યાણ પૂર્વ.,નોબેલ હોસ્પિટલ ડોમ્બિવલી પૂર્વ,ઓપ્ટીલાઈફ ડોમ્બિવલી પૂર્વ, સિદ્ધિ વિનાયક, શ્ર્વાસ હોસ્પિટલ,વૈદ્ય હોસ્પિટલ, કલ્યાણ પશ્ર્ચિમ નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ઉપરોક્ત તમામ કેન્દ્રો પર ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, આરોગ્ય કાર્યકરો, ફ્રન્ટ લાઇન સ્ટાફને રસી મુકવાનુ ચાલુ છે.

આરોગ્ય વિભાગ  દ્વારા રસીકરણ માટે લાયક તમામ નાગરિકોને રસીકરણ કેન્દ્રમાં ડાયરેક્ દોડી ન જતાં, અગાઉ આરોગ્ય સેતુ અથવા cowin.gov.in પર રસીકરણ માટે નોંધણી કરાવવી, અને માસ્કના નિયમો તેમજ સામાજિક અંતર રાખવાનુ પાલન કરાવવાની અપીલ કરે છે.  નિગમ દ્વારા તમામ પાત્ર નાગરિકોને વહેલી તકે કોવિડ રસીકરણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રસીઓની ઉપલબ્ધતા મુજબ પાલિકા વિસ્તારમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા ધીરે ધીરે વધારવામાં આવશે.

સરકાર તરફથી પ્રાપ્ત માર્ગદર્શિકા મુજબ, ૬ અઠવાડિયા પછી કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે વધુ અસરકારક સાબિત થયો છે, રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ મેળવ્યાના ૬ અઠવાડિયા પછી લેવો જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads