કોરોનાની રસી સલામત હોઇ ફંન્ટલાઇન વકૅરો આગળ આવે એવુ કલ્યાણ ડોમ્બિવલી મહા પાલીકા કમિશનર ડૉ.વિજય સૂર્યંવંશીએ કહ્યું. ડૉ સૂયૅવંશી અને પોલીસ પરિમંડળ ત્રણ ના પોલીસ ડેપ્યુટી કમિશનર વિવેક પાનસરે બંન્ને એ આજે મહાપાલીકાની કલ્યાણ રુખમણીબાઈ હોસ્પિટલ માં કોવિડ -૧૯ ની રસી મૂકાવી હતી. આ પ્રસંગે મહાપાલીકાના આરોગ્ય નિયંત્રણ અધિકારી ડૉ.પ્રતિભા પાન પાટીલ અને બાઇ રૂક્મણીબાઈ હોસ્પિટલ ના સ્ટાફ સહિત આઇ.એમ.એ કલ્યાણ પ્રમુખ ડો.પ્રશાંત પાટિલ ઉપસ્થિત હતા. મહાનગરપાલિકાએ સરકારી માર્ગદર્શિકા પ્રમાણે તા .૧ જાન્યુઆરી થી કોવિડ -૧૯ ની રસી મુકવાનુ શરુ કર્યું હતુ્ આ અગાઉ ડૉક્ટરો તથા આરોગ્ય કર્મચારીઓ ને કોવિડ -૧૯ ની રસી મૂકાઇ છે .હવે મહાનગર પાલિક ના ૫૨૦ ફંન્ટલાઇન વકૅરો અને ૧૦૦ પોલીસ અધિકારીઓ, સાથે ૧૨૦૦ જેટલા પોલીસ કમૅચારીઓનુ રસીકરણ કરવાનો પ્રારંભ કરાયો છે.