ગરીબ દર્દીઓને નિશુલ્ક પ્રાથમિક સારવાર આપવા માટે પાલક મંત્રી એકનાથ શિંદેના માર્ગદર્શન અને સૂચનથી વંદનીય બાલાસાહેબ ઠાકરે ના નામની થાણેમાં હોસ્પિટલ શરૂ કરી છે. સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ મેયર નરેશ મ્હસ્કેએ આઝાદનગર અને ગોડબંદર રોડ ઉપર આવેલા માનપાડા ખાતેના આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રકારના દવાખાનાઓ શરૂ કરવા નાગરિકોની સતત માંગ હતી જેથી થાણેના ગરીબ નાગરિકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે માટે આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડો. વિપિન શર્મા સાથે આ મામલે ચર્ચા કર્યા પછી, તેઓને પણ પ્રસ્તાવ ગમ્યો અને બાકી રહેલા મુદ્દાઓને તાત્કાલિક ધોરણે હલ કરવા માટે વહીવટદારોને નિર્દેશ આપ્યો. તદનુસાર, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વનરૂપી ક્લિનિક દ્વારા સંયુક્ત રીતે થાણે શહેરમાં 14 સ્થળોએ વંદનીય બાલાસાહેબ ઠાકરે આપલા દવાખાના શરૂ કરવામાં આવેલ છે. આ દવાખાનાઓ જરુરતમંદ દર્દીઓને મફત સારવાર આપી રહી છે અને દરરોજ 100 થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે.
વંદનીય બાલાસાહેબ ઠાકરે આપલા દવાખાના, આઝાદ નગરના મનપાડા રાયગડ ચાલની સર્વોદય સ્કૂલની બાજુમાં તે દવાખાનું શરૂ કર્યું છે. ગરીબ દર્દીઓ સારવાર માટે મોંઘી હોસ્પિટલમાં જવું પોસાતું નથી. સારવાર માટે થાણે, મુંબઇ મુસાફરી કરવા માટે પણ સમય અને નાણાંનો ખર્ચ થાય છે બીમાર દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે મહોલ્લા ક્લિનિક યોજના માફક દવાખાના શરૂ કરવામાં આવેલ છે. પ્રાથમિક સારવાર ઉપરાંત, જો કેટલાક પરીક્ષણો જરૂરી હોય તો, આ હોસ્પિટલના ડોકટરો પણ આવા દર્દીઓને વધુ સારવાર માટે માર્ગદર્શન આપી રહ્યા છે. બાલાસાહેબ ઠાકરે આપલા દવાખાના થાણેના વિવિધ સ્થળો જેમ કે લોકમાન્ય નગર, સાવરકરનગર, રામનગર, કલવા, દિવા વગેરે સ્થળોએ શરૂ કર્યા છે.મેયર એ આ પ્રસંગે કમિશનર ડો.વિપિન શર્માનો બાકી રહેલા પ્રશ્નોના ઝડપથી ઉકેલ લાવવા બદલ આભાર પણ માન્યો.