મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના ભૂતપૂર્વ કોર્પોરેટર અને કડોમપાના ભૂતપૂર્વ વિપક્ષી નેતા મંદાર હળબે, જે સતત બે વખત નગર સેવક તરીકે રાજાજીપથ મતક્ષેત્ર પરથી ચૂંટાયા છે, તેઓએ આજે સવારે મનસે છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના માટે આજે આ બીજો મોટો ફટકો હતો. એક દિવસ પહેલાં મનસેના ઉપાધ્યક્ષ રાજેશ કદમ એ શિવ બંધન બાંધી શિવસેના મા પ્રવેશ કર્યો હતો જ્યારે
આજે ભાજપના મુંબઇ રાજ્ય કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે મંદાર હળબેને ભાજપ તરફથી ફૂલોનો ગુલદસ્તો આપીને આવકાર્યા હતા.
મનસેમાં થયેલા ગળતર ને કેવી રીતે રોકી શકાય?