થાણા સહીત જીલ્લા ના કલ્યાણ, ડોમ્બિવલી,, ઉલ્હાસનગર અને શાહપુર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર નો નિષેધ કરી વિજળી વિતરણ કચેરી ખાતે તાળા ઠોક આંદોલન કર્યું હતું. થાણામાં આ આંદોલન ધારાસભ્ય સંજય કેળકરની આગેવાની માં કયું, ઉલ્લાસ નગરમાં ગાંધી રોડ મહા વિતરણ કચેરીએ અને ડોમ્બિવલીમા ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણ ની આગેવાની હેઠળ થયુ હતુ આ આંદોલન નોમા ભાજપાના મોટીસંખ્યામાં કાયૅકરો જોડાયા હતા.
કલ્યાણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મહાવિતરણની તેજશ્રી કચેરી સામે 'તાળા ઠોક' આંદોલન કર્યું હતું,અને એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યની મહાવિકાસ આગડી સરકારે વીજળીના બિલ અંગે નાગરિકો સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે રાજ્યના ઘણા લોકોની નોકરીઓ કોરોના સમયગાળા દરમિયાન ગઈ હતી, ત્યારે રાજ્ય સરકાર બળજબરીથી વીજળી બીલ વસૂલવાના પ્રયત્ન કયૉ છે. આ ખૂબ જ ખોટી ભૂમિકા છે અને રાજ્ય સરકારે તાત્કાલિક આ નિર્ણયને પાછો લેવો જોઇએ અને જનતાને રાહત આપવી જોઈએ તેવુ ભાજપના કલ્યાણ પશ્ર્ચિમ મંડળના પ્રમુખ પ્રેમનાથ મ્હાત્રેએ જણાવ્યું હતું. ભાજપે ચેતવણી પણ આપી હતી કે સરકાર લોકોને રાહત નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ સમયે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ તેજશ્રીની કચેરીના પ્રવેશદ્વારને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને ભાજપના કાર્યકરોને અટકાવ્યા હતા. આ સમયે ભાજપે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આગડી સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનમાં ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો.