પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ ૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે. આને કારણે દૈનિક જરૂરીયાતોના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે .. ડોમ્બિવલી શિવસેના દ્વારા શહેર પ્રમુખ, રાજેશ મોરેની આગેવાની હેઠળ ટેરિફ ઘટાડવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.રાજેશ કદમ સહીત આ વિરોધ પ્રદર્શનમાં શિવસેના ના પદાધિકારીઓ અને મહિલા આઘાડીના સભ્યોએ પણ ભાગ લીધો હતો
શિવસેના કલ્યાણ શહેર શાખાતરફથી ધારાસભ્ય વિશ્ર્વનાથ ભોઈરની આગેવાની હેઠળ મોદી સરકાર પર હલ્લાબોલ કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં આંદોલન આજે કર્યું હતું. આ આંદોલન મા અરવિદ મોરે, રવિ પાટિલ,સચિન બાસરે,રાધિકા ગુપ્તે, મોહન ઉગલે ,અભિષેક મોરે, જયવંત ભોઇર ,દંડાર કારભારી, દુર્યોધન પાટીલ , દશરથ તરે, મનોજ ચૌધરી વગેરે મુખ્ય પદાધિકારીઓ અને શિવ સૈનિકો આ સમયે ઉપસ્થિત રહ્યા હતા.અરવિંદ મોરે માંગ કરી હતી કે મોદી સરકારે રાજીનામું આપવું જોઇએ અને મધ્યવર્તી ચૂંટણીનો સામનો કરવો જોઇએ.