છેલ્લા બે દિવસથી 'મી કલ્યાણકર' નામની સંસ્થા દ્વારા ઉલ્હાસ નદીના પ્રદૂષણને રોકવા આંદોલન શરૂ કરાયું છે.
છેલ્લા બે દિવસથી 'મી કલ્યાણકર' નામની સંસ્થા દ્વારા ઉલ્હાસ નદીના પ્રદૂષણને રોકવાની માંગ સાથે નદીના પટ માં આંદોલન શરૂ કરાયું છે. આંદોલનને વેગ આપવા માટે ઉલ્હાસ રિવર એક્શન રેસ્ક્યૂ કમિટીએ પોસ્ટ કાર્ડ સહીત અભિયાન શરૂ કરીને નદી પ્રદૂષણ અટકાવવા ઉપેક્ષા કરવા બદલ સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માહિતી ઉલ્હાસ નદી બચાવ ક્રિયા સમિતિના રવિન્દ્ર લિંગાયતે આપી હતી.
કમિટી છેલ્લા બે વર્ષથી નદીને બચાવવા માટે કામ કરી રહી છે. સમિતિએ ખુલાસો કર્યો હતો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યાં નદી પ્રદૂષિત છે તે સ્થાનોના નમૂના લીધા નોહતા. તે જ સમયે, નદી તેના મુળ સ્ત્રોતમાંથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પ્રવાસ દરમિયાન કરજતથી મોહના ડેમ સુધીની નદી પ્રદૂષિત થઈ હતી. તેમજ મ્હારળ ગામનુ પ્રદૂષિત પાણી નાળામાંથી ગટરો દ્વારા સીધા ઉલ્હાસ નદીમાં છોડવામાં આવે છે. સરકારી એજન્સીઓ દ્વારા પણ આની નોંધ લેવામાં આવી હતી. નદીનુ પ્રદૂષણ રોકવા માટે નીતિન નિકમ અને તેમના સાથી પૂર્વ કોર્પોરેટર ઉમેશ બોરગાંવકર સાથે કૈલાસ શિંદે દ્વારા શરૂ કરાયેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. કોઈ પણ સરકારી અધિકારી આ પ્રદૂષણને રોકવા માટે જવાબદારી નિભાવી નથી. આ આંદોલનને અન્ય સંસ્થાઓ એ ટેકો આપ્યો છે. તો શુક્રવારે ઉલ્હાસ નદી બચાવ સમિતિએ નદી કિનારે ગ્રામજનોની મદદથી પોસ્ટકાર્ડ હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતું. આ પોસ્ટકાર્ડ્સ સરકારની સાથે પર્યાવરણ પ્રધાનને પણ મોકલવામાં આવશે.
શહેરીકરણ અને પ્રદૂષણના સ્તરને લીધે જીવંત બારમાસી નદી વલધુની સૌથી પ્રદૂષિત નદી બની હતી. તેની પાસે નાળા હતા. ઉલ્હાસનદી સાથે પણ આવીજ ઘટના બની રહી છે. જો પાણીનો આટલો મોટો કુદરતી બારમાસી નો નાશ કરવામાં આવશે તો 48 લાખ લોકોની તરસ કોણ છીપાવશે ? ઉલ્હાસ નદી બચાવ ક્રિયા સમિતિએ સવાલ કર્યો છે કે સરકારી અધિકારીઓ પાસે આ માટે વૈકલ્પિક વ્યવસ્થા છે કે કેમ.