થાણેની ખાનગી હોસ્પિટલો જો તેમનો ફાયર સેફ્ટી અહેવાલ રજૂ નહીં કરવામાં આવે તો થાણે મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે તેમને વેપારી ધોરણે ચલાવવા માટે જરૂરી અન્ય લાઇસન્સ જારી કરવામાં આવશે નહીં.
ભંડારા દુર્ઘટના બાદ થાણે મહાનગરપાલિકાની હદમાં આવેલી તમામ ખાનગી હોસ્પિટલોની ફાયર સેફ્ટી સિસ્ટમનું નિરીક્ષણ કરવાનુ નક્કી કરાયું હતું. મનપા કમિશનર ડૉ. વિપિન શર્મા એ મહાનગર પાલિકાની હદમાંની 347 ખાનગી હોસ્પિટલોની ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરાયુ હતું. નિરીક્ષણના અંતે, લગભગ 28 જેટલી હોસ્પિટલો બંધ જોવા મળી હતી; લગભગ 111 હોસ્પિટલોએ તેમના ફાયર સેફ્ટી ટેસ્ટ રિપોર્ટ્સ સુપરત કર્યા. જો કે, 208 હોસ્પિટલો કે જેઓએ તેમના રિપોર્ટ સબમિટ નહોતા કયૉ તેઓને 22 ફેબ્રુઆરી સુધી રિપોર્ટ સબમિટ કરવા ની મુદત વધારવામાં આવી છે.
થાણે શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ તમામ ખાનગી હોસ્પિટલ બિલ્ડિંગોમાં ફાયર ઓડિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે અને જો નિરીક્ષણ અહેવાલ રજૂ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે જો આ અહેવાલ રજૂ નહીં કરવામાં આવે તો વેપારી ધોરણે હોસ્પિટલ ચલાવવા માટે જરૂરી અન્ય પરમિટ જારી કરવામાં આવશે નહીં.
આ, ફાયર વિભાગને આરોગ્ય વિભાગ તરફથી 347 હોસ્પિટલની સૂચિ મળી હતી. તેમની આગની સલામતીનું નિરીક્ષણ કરવા માટે સ્કવોડ બનાવવામાં આવ્યા હતા અને તે મુજબ બધાની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.