કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર પૃથ્વીરાજ બાયસ ના કાર્યકાળ દરમિયાન, 'ના ફારીવાલા'ઝોન ની નીતિ લાગુ કરવામાં આવી હતી. તેના અસરકારક અમલીકરણ હંમેશા નો પ્રશ્ન ઉભો રહ્યો છે. ના ફારીવાલા ક્ષેત્રની નીતિ હવે યાદ આવે તેનુ ખરુ કારણ છે 25 જાન્યુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ની શરૂઆત કરવાનો પ્રારંભ કરવા એક દિવસ અગાઉ દીપક હોટલ અને મહંમદઅલી ચોક વચ્ચે બેઠેલા શાકભાજી વેચનારા ફેરીયાઓ ત્યાંથી હટાવાયા હતા. પરંતુ હંમેશા આ મ્યુનિસિપલ વહીવટીતંત્ર તેમની તરફ પણ જોતુ પણ નથી. હાઇકોર્ટે સ્ટેશન વિસ્તારમાં 150 મીટર સુધી ફેરીયાઓને બેસવાની મનાઇ ફરમાવવામાં આવી હોવાનો આદેશ આપ્યો હોવા છતાં, ત્યા દરોજ મહાનગરપાલિકાના અતિક્રમણ વિભાગનુ વાહન હોવા છતાં, આ નિયમો નુ ઉલ્લંઘન થાય છે.
તેથી 25 જાન્યુઆરીના ઉદ્ધાટન સમયે શિવાજી ચોકથી મહંમદાલી ચોક વચ્ચે એક પણ ફેરીયાઓ બેઠા ન હતા. વળી, રાહદારીઓ ભીડમાં ન હતા. હંમેશા આ વિસ્તાર ફેરીયાઓથી થી ભરેલો હોય છે અને લોકોની તેમની આજુબાજુ ભીડ જોઈ શકાય છે. પરિણામે, ફક્ત વાહનો જ નહીં પણ રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડે છે. પરંતુ પાલિકાના કોઈ અધિકારી કે જે માત્ર 5 મિનિટના અંતરે છે તેની નોંધ કોઇ લેતુ નથી. પરંતુ 25 જાન્યુઆરીના કાર્યક્રમના કારણે ખ્યાલ આવી ગયો હતો કે જો મ્યુનિસિપલ વહીવટીતંત્રની મરજી હોય તો ફેરીયા સહીત પદયાત્રીઓને દૂર કરી શકાય છે. પાલિકાનો કોઈ કાર્યક્રમ અને સામાન્ય સભા હોય ત્યારે ફેરીયાઓ બેઠકના અંત સુધી આ વિસ્તારમાં બેસતા નથી. જ્યારે અન્ય સમયે તેઓ કોઇ રોક કે ખચકાટ વિના તેમનો વ્યવસાય કરતા જણાય છે.
આ વિસ્તારને ફેરીયાથી મુક્ત કરવા માટે તત્કાલિન કમિશનર ટી. ચંદ્રશેખરે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની કેટલીક જમીન લીધી અને ત્યાં શાકભાજી વેચનારાઓ માટે ઓટા બનાવ્યા. પરંતુ શાકભાજી વેચનારાઓ ક્યારેય ત્યાં ગયા નહી. જો કે, ત્યાં ફૂલનું બજાર કેવી રીતે શરૂ થયું તે ગૌડબંગાલ છે. આ સિવાય સંતોષિમાતા રોડ પર શાકભાજીનું માર્કેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના વહીવટીતંત્રને તેની હાલની સ્થિતિની નોંધ લેવાની જરૂર જણાતી નથી. આ બાબતોની તે વોર્ડના કોર્પોરેટરને પણ ખબર નથી.
ફેરીયાઓ અંગે, હાઈકોર્ટે 2009 માં કેટલીક માર્ગ દર્શિકા બહાર પાડી છે. પરંતુ બેદરકાર વહીવટ તેના માટે ઉત્સુક લાગતું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેટરો પણ આ મુદ્દાઓને ગંભીરતાથી લેતા નથી. મ્યુનિસિપલ વહીવટ શા માટે સમાન વલણ ધરાવે છે? જો કોઈ નિષ્કર્ષ કરે કે પગપાળા ચાલનારાઓ સલામત છે કારણ કે કોર્પોરેશનના ભ્રષ્ટ કર્મચારીઓ કેટલાક નેતાઓ અને કેટલાક લોક પ્રતિનિધિઓની મીલી ભગત છે તો તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ. તે હકીકત છે કે ફેરીયાઓએ આખે આખી પોલિસીને ઉડાવી દીધી છે.