કલ્યાણ પૂર્વના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કરેલા ત્રણ કામોનું જાહેર લોકાર્પણ કાર્યક્રમ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારે ઉત્સાહથી યોજવામાં આવ્યો હતો.
પ્રથમ, કલ્યાણ પૂર્વના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ માટે ઓપન જિમનું ઉદઘાટન કરવામાં આવ્યું. તે પછી સાંજે ખડેગોલવલી ખાતે ડૉ.નાનાસાહેબ ધર્માધીકારી ઉદ્યાન ખાતે ખુલ્લા ઓપન જિમનું અને વ્યાયામ શાળા નુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના 'ડી' વૉર્ડ ઓફિસ નજીક વરિષ્ઠ નાગરિકો માટે કટ્ટા નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું