શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, કલ્યાણ દ્વારા ગુરૂવાર તા. ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૩૦ વાગે જરૂરિયાતમંદ લોકોને દર મહિનાની માફક આ મહિને પણ અનાજ તથા કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કલ્યાણ શહેરમાં છેલ્લા ૩૫ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ કલ્યાણ ના અન્નક્ષેત્ર દ્વારા અનાજ તથા કરિયાણાની વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે માનવ સેવા એજ પ્રભુ સેવા આ પૂ.ડોગરે મહારાજએ આપેલા સુત્ર પ્રમાણે દરરોજ ગરીબ ગરજુ લોકોને ભોજન આપી તેમનો જઠરાગ્નિ ઠારવામાં આવે છે.
આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા નગર સેવીકા હેમલતા નરેન્દ્ર પવાર ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓનુ ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું અને તેઓના હસ્તે જરૂરિયાત મંદ લોકોને અનાજ તથા કરીયાણાની કીટનુ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દાતા નિતેશ કારીયા , તથા ડૉ.અવધૂત શેટ્યે, સંસ્થાના સંચાલક શ્રી જશુભાઈ ચંદારાણા, છબિલભાઈ કારીયા, તુષારભાઈ દાણી, નટુભાઈ ખીમાણી,રશ્મિનભાઈ ચંદારાણા,રાજીવભાઈ ચંદારાણા, વિષ્ણુકુમાર ચૌધરી, મોનીશભાઈ ચંદારાણા, રવિભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહી આ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગર સેવિકા હેમલતા પવારે તેમના ભાષણમાં શ્રી રામ કૃષ્ણ સેવા ટ્રસ્ટ ના સેવા કાર્યો ને બિરદાવી કહ્યું કે આપના આ કાર્યોમાં અમારો સાથ સહકાર આપીશુ એવી ખાત્રી આ પ્રસંગે આપી. આ પ્રસંગે સંસ્થાએ દાતા જતિન ભાઈ ઠક્કર (પાનેરી) જલારામ ટ્રસ્ટ દ્વારા સંસ્થાને પંખા,ટ્યુબ લાઈટ ભેટ આપવા બદલ ખાસ આભાર માન્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના સંચાલક જસુભાઈ ચંદારાણા (મો. 9320301501) તથા છબિલભાઈ કારીયા (મો. 9322403819) એ આ અન્નક્ષેત્રમાં દાન અથવા અનાજ કરિયાણાની વસ્તુઓ આપવા માગતા વેપારીઓ ઉદ્યોગપતિઓ અને દાતાઓએ તેમના જન્મ દિવસ અથવા પિતૃઓની પૂણ્યતિથિ તેમજ અન્ય સારા વાર તહેવાર પ્રસંગે ઉપરોક્ત સંચાલકના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો એવુ આવાહન કરવામાં આવ્યું છે.
.jpeg)

.jpeg)
.jpeg)



.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)



