મંગળવાર તા.૨૦મે, ૨૦૨૫ ના રોજ, કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 4/J વોર્ડમાં સપ્તશ્રૃંગી કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની ઇમારતનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ઈમારતમાં રહેતા કુલ ૬ વ્યક્તીઓના મોત નિપજ્યાં છે જ્યારે ૬ વ્યક્તીઓ ઘાયલ થયા છે.
આજે બપોરે અચાનક ચાર માળની ઈમારત નો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે જોરદાર અવાજ થયો અને આ વિસ્તારમાં હોબાળો મચી ગયો.
ઘટના બાદ તરત જ, કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ અને TDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું. આ ઈમારત ના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઇમારતમાંથી કાટમાળ દૂર કરવાનું કામ પણ મોડી રાત સુધી યુદ્ધના ધોરણે ચાલુ છે.
આ દૂર્ઘટનામા કુલ ૬ વ્યક્તીઓના મૃત્યુ થયા હોઈ તેમાં : 1. પ્રમિલા સાહુ, 2. હેલો શેલાર, 3. સુનિતા સાહુ, 4. સુજાતા પડી, 5. સુશીલા ગુજર, 6. વેંકટ ચૌહાણ. નો સમાવેશ થાય છે.જ્યારે ઘાયલોની સંખ્યા : ૬ હોઈ તેમાં 1.વિનાયક પડી, 2. શ્રવિલ શેલાર, 3. અરુણા ગીરનારાયણ, 4. યશ ક્ષીરસાગર, 5. નિખિલ ખરાત, 6. શ્રદ્ધા સાહુ નો સમાવેશ છે.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૫૧૩ ઇમારતો ધોખાદાયક(અત્યંત જોખમી) જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ૩૦ વર્ષથી વધુ જૂની ઇમારતોના મકાન માલિકોને તેમજ ધોખાદાયક દેખાતી ઇમારતો ધરાવતા લોકોને તેમની ઈમારતોનુ સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા અપીલ કરી છે.
આ સમયે, સ્થાનિક ધારાસભ્ય સુલભાતાઈ ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલ, એડિશનલ કમિશનર હર્ષલ ગાયકવાડ, એડિશનલ કમિશનર યોગેશ ગોડસે, ડેપ્યુટી કમિશનર સંજય જાધવ, અવધૂત તાવડે, પ્રસાદ બોરકર, ઝોન 3ના ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડે, તહસીલદાર સચિન શેજલ, નગરપાલિકાના ભૂતપૂર્વ અધિકારીઓ હાજર હતા.