પણજી (ગોવા) - સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો 83મો જન્મોત્સવ સમારંભ અને સનાતન સંસ્થાનો રજત જયંતી મહોત્સવી વર્ષ આ નિમિત્તે ફર્માગુડી, ફોંડા, ગોવા ખાતે ૧૭ થી ૧૯ મે ૨૦૨૫ આ સમયગાળામાં ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના SanatanRashtraShankhnad.in આ અંગ્રેજી ભાષાના સંકેતસ્થળનું ઉદ્દઘાટન ગોવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી. પ્રમોદ સાવંતના હસ્તે પર્વરી, ગોવા ખાતે મુખ્યમંત્રી કાર્યલયમાં કરવામાં આવ્યું.
આ સમયે મુખ્યમંત્રીએ સંકેતસ્થળનું અવલોકન કર્યું, તેમજ કાર્યક્રમ માટે શુભેચ્છા આપી. આ સમયે આ ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ની ‘સ્વાગત સમિતિ’ના પૂ. પૃથ્વીરાજ હઝારે, સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસ, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. રમેશ શિંદે, તેમજ શ્રી. મધુસૂદન કુલકર્ણી અને ધારાશાસ્ત્રી રાજેશ ગાવકર ઉપસ્થિત હતા.
આ સંકેતસ્થળ પર સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ વિશેની માહિતી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. અત્યારે સનાતન રાષ્ટ્રનો ઉદ્દેશ; સનાતન રાષ્ટ્રનો શંખનાદ કરતી સમયે ભગવાન શ્રીકૃષ્ણનું બોધચિહ્ન; સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો પરિચય; સનાતન સંસ્થાની માહિતી; કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સંત, મહંત, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માહિતી; સાંસ્કૃતિક કાર્યક્રમ; લોકકલા ઇત્યાદિના ચિત્રો, પ્રાતિનિધિક ચિત્રો મૂકવામાં આવ્યા છે. આગળ જઈને કાર્યક્રમની ષ્ટિએ સમય સમય પર વધારાની માહિતી આ સંકેતસંથળ પર ઉપલબ્ધ કરી આપવામાં આવશે. તેમજ સનાતન સંસ્થા વતીએ આ મહોત્સવ માટે ધર્મદાન કરવાનું આવાહન કરવામાં આવ્યું છે.
આપનો નમ્ર,
શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્થા
(સંપર્ક : 7775858387)