ડોંબિવલીના વતની સુરેન્દ્ર બાજપેયી સર, ડોંબિવલી અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિસ્ત અને મૂલ્યોનું સિંચન કર્યું, જેનાથી ઘણા જ્ઞાની નાગરિકોનું નિર્માણ થયું. ડોંબિવલી અને સમગ્ર થાણે જિલ્લાના નાગરિકો તેમનો આદર કરે છે. ડોંબિવલીના લોકોના હૃદયમાં વાજપેયી સરનું યોગ્ય સ્થાન છે. સુરેન્દ્ર વાજપેયી સરની યાદમાં ઓમકાર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એવું ડોમ્બિવલીના આમદાર અને ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશના કાયૅકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ એ ડોમ્બિવલી ખાતે કહ્યું.
'જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે' એ સિદ્ધાંત પર આધારિત આ જ્ઞાન મહોત્સવની શરૂઆતથી જ હું હાજરી આપી રહ્યો છું. 'જ્ઞાનોત્સવ ૨૦૨૪-૨૫' ના પાંચમા સત્રમાં જોડાતા, તેમણે વાજપેયી સરને યાદ કર્યા હતા.
આ પ્રસંગે જેલ અધિક્ષક અમેય પોતદારે બંધારણ પર વિગતવાર ભાષ્ય આપ્યું હતું .આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ મોરે, ઓમકાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી દશૅના સામંત પણ હાજર રહ્યા હતા.