કલ્યાણના પ્રોફેસર અશોક પ્રભાકર પ્રધાન નું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. શ્રી પ્રધાન ના નિધનથી કલ્યાણ તથા આસપાસના પરિસરના સર્વ સમાજોને મોટી ખોટ પડી છે. શ્રી પ્રધાને તેમના સાર્વજનિક જીવન દરમિયાન શિક્ષણ ક્ષેત્રે, સહકાર ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે અનેક એવા ઉલ્લેખનીય કામો કર્યા છે. કલ્યાણ જનતા સહકારી બેંકના સ્થાપક સભ્ય અને ચેરમેન, રૂપારેલ કોલેજ મુંબઈના પ્રિન્સિપાલ સહિત અનેક સ્કૂલો તેમજ કોલેજોમાં તેઓનું યોગદાન રહ્યું છે તેઓ અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આવા આવા આ અશોકપ્રધાન ના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે.