નવરાત્રીએ ડોમ્બિવલીકરનો તહેવાર છે અને તે ભવ્ય નમો રામો ગરબા ઉત્સવ છે. નમો રામો ઉત્સવ ઘણા વર્ષોથી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે, ડોમ્બિવલીકરોની સાથે, ઘણા ગરબા પ્રેમીઓ આ તહેવારને પોતાનો પ્રેમ આપે છે. આ ઉત્સવ ડોમ્બિવલી ના લોકપ્રિય આમદાર અને કેબિનેટ મંત્રી એવા રવિન્દ્ર ચવ્હાણની પ્રેરણાથી અનેક વર્ષોથી ઉજવાય છે.
આ પ્રસંગનો મંડપ મુહૂર્ત પૂજા અર્ચના અને નારિયેળ ચઢાવીને આ ઉત્સવના મંડપ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દર વર્ષે આ ઉત્સવની વધતી જતી ભીડને જોઈને તે મુજબ આ ભવ્ય મંડપ ઊભો કરવામાં આવી રહ્યો છે.
તો ચાલો બધા ડોમ્બિવલીકરો ગરબા માટે તૈયાર થઈએ, કારણ કે ડોમ્બિવલીનો આનંદોત્સવ ટૂંક સમયમાં શરૂ થશે! એવું ગુજરાતી સમાજના આગેવાન દિનેશ ગોર જણાવે છે.





