ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ડોમ્બિવલીમાં 200 હાઉસિંગ સોસાયટીઓની ઇમારતોની ટેરેસ પર મફતમાં સૌર ઉર્જા પેનલો ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સિસ્ટમ લગાવવામાં અને તેનું મેન્ટેનન્સ સરકારી યોજના હેઠળ મફત હોઈ તેનો ફાયદો સોસાયટીઓને થવાનો છે એવું ડોમ્બિવલીના ધારાસભ્ય અને રાજ્યના જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણે આ પ્રસંગે કહ્યું હતું.અને આ સુવિધાનો લાભ સોસાયટીઓએ ઉઠાવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અહીં કામ શરૂ કરવામાં આવ્યું છે ડોમ્બિવલીમાં સ્નેહ ગૃહ નિર્માણ સોસાયટીમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ૨૦૦ સોસાયટીઓનો સર્વે કરવામાં આવ્યો છે.આ સોલાર પેનલ સિસ્ટમ સોસાયટીના ટેરેસ પર ફીટ કરતા જનરેટર થનારી સૌર ઉર્જા સોસાયટી વાપરી શકશે અને સોસાયટીના કોમર્શિયલ વિજળી બિલો માં ૫૦ ટકાથી વધુની બચત થશે એવું મંત્રી રવિન્દ્ર ચવ્હાણે સોસાયટીના સભ્યોની સભામાં જણાવ્યું હતું આ પ્રસંગે ડોમ્બિવલી ની સેંકડો સોસાયટીઓને સૂકો કચરો, ભીનો કચરો અલગ કરવાના મોટા ડસબિનો વિતરણ કરવામાં આવ્યા હતા.
ડોમ્બીવલીને ગ્રીન એનર્જી સિટી બનાવવા મંત્રી રવિન્દ્ર ચવ્હાણના પ્રયાસો
સપ્ટેમ્બર 18, 2024
0







