સ્મશાનોને અપડેટ કરવા માટે રૂ.૨૦ કરોડની રકમ મંજૂર .
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૬૫ સ્મશાનનો આવેલા હોઈ, કલ્યાણ વિભાગમાં ૨૬ અને ડોમ્બિવલી વિભાગમાં ૩૯ સ્મશાનો છે. આ પૈકીના ઘણા સ્મશાનો વર્ષોથી અસ્તિત્વમાં હોવાથી તેનું નવીનીકરણ કરવું તેમજ નવી સુવિધાયુક્ત આર.સી.સી. બનાવવાની સુચનાઓ માનનીય કમિશનર ડો.ઇન્દુ રાણી જાખરે સંબંધિત વિભાગોને આપી છે.
આ મુજબ નગરપાલિકા વિસ્તારમાં ૯ સ્મશાનગૃહોને નવા R.C.C. બાંધકામ સાથે નવી ઈમારતોના નિર્માણ માટે આશરે રૂ.૨૦ કરોડની રકમ મંજૂર કરી હોવાથી, હવે આધારવાડી, બેલબજાર, મુરબાડ રોડ (પ્રેમ ઓટો), વિઠ્ઠલવાડી, કલ્યાણ વિભાગમાં ટીટવાલા ગણેશ મંદિરની પાછળ અને શિવ મંદિર. ડોમ્બિવલી વિભાગ, પાથર્લી, કોલેગાંવ અને હેદુતનેપાડા સ્મશાનો તેમાં સામેલ છે. આ તમામ સ્મશાનગૃહોમાં લાકડાનો સંગ્રહ કરવા માટે સ્ટોર રૂમ, અંતિમ સંસ્કાર માટે આવતા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, સુસજ્જ શૌચાલયનું નિર્માણ, કેર ટેકર રૂમનું બાંધકામ, ધુમાડાના ઉપદ્રવની વ્યવસ્થા વગેરેની સાથે આધુનિક આરસીસી માળખું બનાવવામાં આવશે. આ પ્રકારના કામ તેમાં સામેલ છે.
આ ઉપરાંત બાકીના સ્મશાનગૃહોને અપગ્રેડ કરવા માટે પણ સરકારમાં દરખાસ્ત રજુ કરવામાં આવશે અને જો પાયાની સેવા સુવિધા હેઠળ કે અન્ય માધ્યમથી ફંડ મળે તો તબક્કાવાર તમામ સ્મશાનોને અપગ્રેડ કરવા મહાનગરપાલિકા ઈચ્છે છે. કલ્યાણ વિભાગમાં ૩ સ્થળોએ ગેસ સ્મશાનની વ્યવસ્થા કરવામાં આવી છે - તેમાં લાલ ચોકી, બૈલ બજાર, તથા મુરબાડ રોડ (પ્રેમ ઓટો) અને ડોમ્બિવલી વિભાગમાં 3 સ્થળો - તેમાં શિવ મંદિર, પાથરલી અને કુમ્ભારખાનપાડાનો તેમાં સમાવેશ છે. મનપા કમિશનર ડૉ.ઈન્દુરાણી જાખરે નાગરિકો ને આવાહન કરેલ છે કે પયૉવરણની જાળવણી રાખવા ગેસની શબદાહીનીનો ઉપયોગ કરવો.



