શુક્રવારે સ્વામિનારાયણ હોલમાં સાંજે ૫.૦૦ વાગે વેપારીઓના પ્રતિનિધિઓની સભા મળી હતી આ સભામાં સર્વે વેપારીઓએ સામાજિક કાર્યકર શ્રીનિવાસ ઘાણેકરને વેપારીઓના સલાહકાર તરીકે નિમણૂક કરી તેમનું માગૅદશૅન લીધું. આ પ્રસંગે વેપારીઓને સંબોધન કરતાં ઘાણેકર એ કહ્યું કે શિવાજી ચૌકથી મહંમદઅલી ચૌક અને મહંમદઅલી ચૌક થી દિપક હૉટલ સુધીના સ્ટેશન રોડને અત્યાર સુધી બે વખત રોડ વાયડીગ કરવામાં આવ્યું છે અને આ રોડ પરના વેપારીઓની દુકાનો બંન્ને વખતે પાંચ ફુટ થી લઈને ૨૦ ફુટ સુધી તોડવામાં આવેલ પરંતુ વેપારીઓને તેનુ વળતર આજ સુધી મલ્યું નથી. હવે મેટ્રોના રૂટમાં જે અગાઉ લાલ ચૌકી, સહજાનંદ ચૌક આ રૂટ ને બદલાવ કરી બિરલા કૉલેજ માગૅ અને સ્માર્ટ સિટીના કામોમાં થઈ રહેલા વારંવાર બદલવા અંગે અહીંના વેપારીઓને મહા નગરપાલિકા પ્રશાશન તેમજ સ્માર્ટ સિટી ઓથોરિટી વિશ્ર્વાસ માં લેવા જોઈએ વેપારીઓ સ્માર્ટ સિટી અને મેટ્રો ના કામનો વિરોધ કરતા નથી પરંતુ અગાઉ જાહેર કરવામાં આવેલા મેટ્રો રૂટને બદલી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને સ્માર્ટ સિટીના કામોમાં વારેઘડીએ બદલાવ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળેલ છે મનપા પ્રશાસન અને સ્માર્ટ સિટી અને મેટ્રો ઓથોરિટીએ અહીંના વેપારીઓની સાથે બેઠક યોજી એની જાણકારી આપવી જોઈએ તેવી માગણી આ બેઠકમાં વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વેપારી આગેવાન પ્રેમજીભાઈ ગડા, પ્રેમજીભાઈ ગાલા, રાકેશ મુથા, સુરેશભાઈ સંગોઈ, હરીશ ખંડેલવાલ, કિરણ ચૌધરી, પીન્ટુ પટેલ,વિગેરે એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે એક સમિતિની નિમણૂક કરી તેને પ્રશાસન સાથે વેપારીઓની સમસ્યાઓ અંગે ઘટતું કરવાની સહમતી આપી હતી.




