થાણા જિલ્લાના થાણા, કલ્યાણ, ડોમ્બીવલી, ઉલ્લાસ નગર તેમજ અંબરનાથ ખાતે જન્માષ્ટમીની ઉજવણી અને દહીહંડી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી જન્માષ્ટમીની ઉજવણી અહીંના વિષ્ણુ મંદિર ખાતે થઈ હતી. વિષ્ણુ મંદિરના દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો મોડી રાતે લોકો કૃષ્ણ જન્મ ઉત્સવમાં સામેલ થયા હતા. આ પ્રસંગે મંદિરના પુજારી જયેશ મનરાજા અને સાથીદારોએ પૂજા અર્ચના કરી હતી.આ શિવાય ડોમ્બીવલી તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ અનેક ઘરોમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે સવારથી કલ્યાણના શિવાજી ચોક ખાતે શિવસેના શિદે જૂથ તરફથી શહેર પ્રમુખ રવિ પાટીલની આગેવાનીમાં દહીહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું .જ્યારે શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથ તરફથી શિવસેના નેતા વિજય સાળવીની આગેવાની હેઠળ ગુરુદેવ હોટલની સામે ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું આ બંન્ને સ્થળે સવારથીજ અનેક ગોવિંદા પથકો આવી દહી હંડી ફોડવાની સલામી આપી હતી. અહીંના સહજાનંદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી દહીં હાંડી નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં માજી આમદાર નરેન્દ્ર પવાર,ભાજપ જીલ્લા પ્રમુખ નરેન્દ્ર સુયૅવંશી,શહેર પ્રમુખ વરુણ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ સ્થળે પણ નાનાથી લઈને મોટા અનેક ગોવિંદા પથકો આવી દહીં હાંડી ફોડવા સલામી આપી ગયા હતા. ડોમ્બીવલીમાં આમદાર અને કેબિનેટ મંત્રી રવિન્દ્ર ચૌહાણ તરફથી દહીં હાંડી નું મોટું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ હજારોની ભીડ દહીં હાંડી ઉત્સવ નિહાળવા માટે ઉમટી પડી હતી. આ શિવાય ડોમ્બીવલી વેસ્ટમાં આવેલા સમ્રાટ ચોક ખાતે શિવસેના શિદે જૂથના દિપેશ મ્હાત્રે તરફથી દહીં હાંડી નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નગરસેવક શૈલેષ ધાક્રસે તેમના મત વિસ્તારમાં દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ ગોવિંદા પથકો આવીને દહીં હાંડી ફોડવા સલામી આપી ગયા હતા.
કલ્યાણ ઇસ્ટમાં પણ માજીનગર સેવક અને શિવસેના શિદે જૂથના નેતા શિવાજી શિંદે એ દહીં હાંડી નું આયોજન કર્યું હતું આ આયોજનમાં હાસ્ય જત્રાના અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ પ્રમાણે ઉલ્લાસ નગર તેમજ અંબરનાથ ખાતે રાજકીય વિવિધ પક્ષોના આગેવાનોએ ઠેર ઠેર દહી હાંડી ઉત્સવનું આયોજન કર્યું હતું અને શ્રીકૃષ્ણ જન્મ પ્રસંગે જન્માષ્ટમીનું આયોજન કરી વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું




