કલ્યાણના રામબાગ પરિસરમાં આજે સવારે લાગેલી ભિષણ આગ મા ત્રણ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે સાથે સાથે આ દુકાનોમાં વિવિધ પ્રકારના પશુ, પક્ષીઓ અને માછલીઓ પણ બળીને ખાક થઈ ગઈ છે.
આ ઘટના આજે સવારે ૮.૩૦ વાગ્યા ના સુમારે બની હતી . ઘટનાની જાણ થતાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાનુ અગ્ની શામક દળ ઘટના સ્થળે દોડી ગયુ હતુ અને આગપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ ત્રણેય દુકાનો મા રાખવામાં આવેલા પક્ષીઓ ના પિંજરામાં ના પંખીઓ શેકાઈ ગયા હતા. દુકાનોના પિંજરામાં રાખેલા પંખીઓ ફક્ત રાખ થઈ ગયા હતા. આ આગ શા કારણે લાગી તેનુ કારણ સમજી શકાયુ નથી


