કલ્યાણના સહજાનંદ ચોક પર રવિવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ચાલતી વખતે એક વ્યક્તિને ટ્રકે કચડી નાંખ્યો હતો, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ કેતન માંડગુલકર તરીકે થઈ છે અને તે ખડકપાડા વિસ્તારમાંનો રહેવાસી હોવાનું કહેવાય છે. અહેવાલ છે કે કેતન માંડગુલકર નામની વ્યક્તિ કલ્યાણ સ્ટેશન તરફ વહેલી સવારે ચાલીને રહી હતી.
સવારે ૫.૩૦ વાગ્યાના અરસામાં સહજાનંદ ચોક પાસે હાઇ સ્પીડમાં આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે તેને કચડી નાંખ્યો હતો અને અંધારાનો લાભ લઇ આ ટ્રક ફરાર થઇ ગયો હતો.ત્યાર સુધી માં સહજાનંદ ચોક પર ઘણા અકસ્માતો થયા છે. નિર્જન હોવાને કારણે, વાહનોની ઝડપ ખૂબ જ ઝડપી હોય છે, તેથી ઘણી વખત પસાર થતા લોકો અહીં અથડાઈ જાય છે જેના કારણે તેઓ મૃત્યુ પામે છે. હાલ કલ્યાણની મહાત્મા ફુલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ દ્વારા ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે.


