કલ્યાણ ડોમ્બિવલીમા ના રસ્તાઓમા ખાડા કેમ, મનસેનો સવાલ
નાશિક મહાનગરપાલિકામાં મનસેની સત્તા હતી ત્યારે જે રસ્તાઓનો વિકાસ કર્યો,તે આજે પણ સારી સ્થિતિમાં છે. વરસાદ ફક્ત કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાં પડે છે કે ? નાશિકમાં વરસાદ પડતો નથી કે ? નાશિકમાંના રસ્તાઓ વરસાદમાં પણ ઉત્તમ સ્થિતિમાં રહે છે તો કલ્યાણ-ડોમ્બિવલી શહેરોમાંના રસ્તાઓ પર ખાડા કેમ પડેછે,એવો સવાલ મનસેના નેતા અમિત ઠાકરેએ કર્યો.
રાજ્યમાં ની વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ પૂના અને નાશિકની મુલાકાત લઈ બેઠકો લીધી છે.તે પ્રમાણે કલ્યાણ-ડોમ્બિવલીમાંના મનસે પદાધિકારીઓની બેઠક અમિત ઠાકરેએ લીધી. આ સમયે તેઓ એ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંના સત્તાધારી શિવસેનાને આડે હાથ લીધા બાદ ઉપરોક્ત સવાલ કર્યો.આ સમયે મનસેના નેતા નિતીન સરદેસાઈ,શિરીષ સાવંત,અમેય ખોપકર,મનસે આમદાર રાજૂ પાટીલ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત ઠાકરેએ બેઠકમાં આવવા માટે દાદરથી રેલ્વે નો પ્રવાસ કરી ડોમ્બિવલી આવ્યા હતા. મુંબઈ,થાણા, કલ્યાણ-ડોમ્બિવલીમાના રસ્તામાં પડેલા ખાડાઓને લીધે રેલ્વે નો પ્રવાસ કરી ફક્ત ૪૦ મિનીટમાં ડોમ્બિવલી પહોંચી ગયા હતા. મુંબઈમાં પણ પ્રચંડ ખાડાઓ છે માટે ફરી ઘરે રેલ્વેથી જવાનો છુ .૨૫ વર્ષ થી સત્તાપર રહેલો પક્ષ સાદા રસ્તા વિકાસ નુ નિયોજન કરી શક્યો નથી. વિકાસ કરવા માટે ઈચ્છા શક્તિની જરૂર છે.મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પાસે તે ઈચ્છા શક્તિ છે તેની તરફ અમિત ઠાકરેએ ધ્યાન દોર્યું હતું.
અમિત ઠાકરેએ રેલ્વેનો પ્રવાસ કરવા ૯૦૦ રૂપિયાનો પાસ કઢાવવો પડ્યો. કોરોના વેક્સિનના બે ડૉઝ લીધેલાઓને ટિકીટ આપવી જોઈએ જે પ્રવાસીને એક દિવસ પ્રવાસ કરવો હોય તેને નાહકના ૯૦૦ રુપિયા નોપાસ કાઢાવવા મજબુર કરવો એ સવૅ સામાન્ય પ્રવાસીઓને વગર કારણે દંડ ફટકારવા સમાન છે એવુ અમિત ઠાકરે એ કહ્યું. મનસેનેતા નિતીન સરદેસાઈ એ આ પ્રસંગે કહ્યું કે કલ્યાણ-ડોમ્બિવલીમાના રસ્તાપરના ખાડાઓની સમસ્યા તરફ અહિના નાગરિકો સહિત મનસે કાર્યકરોએ અમારુ ધ્યાન દોર્યું હતું. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ અન્ય સમસ્યાઓનો પણ ઉકેલ લાવ્યા નથી.


