Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

શિવ મંદિરની પ્રતિકૃતિ અંબરનાથ રેલ્વે સ્ટેશનમાં ઉભી કરાશે


પુરાતન શિવમંદિરને લીધે નવા રુપમાં આવેલા અંબરનાથ શહેરમાં આવતા પ્રવાસીઓને સાક્ષાત મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હોવાનો અનુભવ થાય તે માટે રેલ્વે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર શિવમંદિરની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવશે તે માટે રેલવે પ્રશાસન પાસે પાઠ પુરાવો કરવાનુ શરુ કરેલ છે અંબરનાથમા રેલ્વે સ્ટેશન ના હૉમ પ્લેટફોર્મ,સરકતી સીડી,પાદચારી પુલ,વનરુપી ક્લિનીક વિગેરે કામો પુરા થયા છે. પાદચારી પુલોની સંખ્યા વધારવામાં આવી છે અને હૉમ પ્લેટફોર્મ ને લીધે પૂર્વ પશ્ર્ચિમ બાજૂએ રેલ્વે પ્રવાસીઓ ની સગવડતા થતાં ગરદીને લીધે થનારા અકસ્માતોનુ પ્રમાણ ઓછુ થશે આ કામો ચાલી રહ્યા હોઈ હવે ઈગતપુરી રેલ્વે સ્ટેશન ની માફક હેરીટેઝ દરજ્જો આપ્યો છે તે પ્રમાણે અંબરનાથ રેલ્વે સ્ટેશન ને પણ હેરીટેઝનો દરજ્જો આપવામાં આવે એવી માગણી રેલ્વે રાજ્યમંત્રી અને પ્રશાસન પાસે કરી હોવાની માહિતી સંસદ સભ્ય ડૉ.શિદેએ અંબરનાથ રેલ્વે સ્ટેશન ના વિકાસ કામોની મુલાકાત લેતાં પત્રકારો ને જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads