શિક્ષક દિવસ નિમિત્તે, થાણે જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગ દ્વારા ૫ સપ્ટેમ્બરે, રવિવારે જિલ્લા આદર્શ શિક્ષા પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે.આ કાયૅક્રમ મો.હ. વિદ્યાલય થાણે ખાતે બપોરે ૩ કલાકે યોજાશે અને તેમાં કેન્દ્રીય પંચાયત રાજ રાજ્ય મંત્રી શ્રી. કપિલ પાટીલ, રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી શ્રી.ડૉ. એકનાથ શિંદે, હાઉસિંગ રાજ્ય મંત્રી જીતેન્દ્ર આવ્હાડ આ પ્રસંગે ઉપસ્થિત રહી આ એવોર્ડનું વિતરણ કરશે તેવુ જીલ્લા માહિતી અધિકારી ની યાદી મા જણાવ્યું છે.
સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશનના પ્રમુખ પ્રકાશ પાટીલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનશે અને આ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પરિષદના પ્રમુખ પુષ્પા પાટીલ કરશે. આ પ્રસંગે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી ડો.ભાઉ સાહેબ ડાંગડે, ઉપપ્રમુખ સુભાષ પવાર, જિલ્લાના લોક પ્રતિનિધિ, જિલ્લા પરિષદ સભ્ય, જિલ્લા પરિષદ અધિકારી, પુરસ્કાર વિજેતા શિક્ષકો ઉપસ્થિત રહેશે તેમ શિક્ષણાધિકારી સંતોષ ભોસલેએ જણાવ્યું હતું.



