ડોમ્બિવલી રામનગર પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ શિપાઈના વિરોધમાં તેની બિલ્ડીંગમાં રહેતી એક છોકરીએ તેની સાથે બળજબરીથી છેડછાડ કરી હોવાની ફરીયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુરુવારે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ સગીર છોકરી પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. રામનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે છેડતી અને પોક્સોનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
રામનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ નંદિવલી વિસ્તારમાં રહે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેની સોસાયટીમાં રહેતી એક સગીર છોકરીએ ગુરુવારે રાત્રે તેની વિરુદ્ધ રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ઘટના ગુરુવારે બપોરે બની જ્યારે યુવતી સીડી ઉપર ચઢી રહી હતી. આરોપીના વિરોધમાં પોસ્કો એક્ટની કલમ ૩૫૪, ૩૫૪ એ અને કલમ ૧૦ અને ૧૨ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો.
સગીર છોકરીની છેડતી કરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓએ તરત જ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેને આજે બપોરે કલ્યાણ જિલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.આ સંદર્ભ માં વધુ તપાસ પોલીસ કરી રહી છે, તેવુ રામનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સચિન સેન્ડભોરે જણાવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ થોડોક મહિનાઓ પહેલાંજ નંદિવલી વિસ્તારમાં રહેવા ગયો હતો. તેણે આવું શા માટે કર્યું, શું તેણે પહેલા ક્યારેય આવું કર્યું છે? પોલીસે કહ્યું કે તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


