Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભીવંડી બજારમાં ભયાનક આગ, ચાર દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ, જાનહાનિ નોંધાઈ નથી


ભિવંડીના પરનાકા વિસ્તારના બજાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં આજે સવારે આગ લાગી હતી. આ આગમાં ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાતની જાનહાનિ નોંધાઈ નથી.

ભિવંડી શહેરના પારનાકા વિસ્તારમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભીષણ આગ લાગી હતી.  આગમાં મહિલાના કપડાં શિવનાર દરજી, સાડી અને મહિલાઓના કપડાનુ વેચાણ કરનાર મળી કુલ ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.  જોકે, સવારે અન્ય દુકાનો બંધ હોવાથી આગ અન્ય દુકાનોમાં ફેલાઈ હતી અને ચાર દુકાનો આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી.  બીજી તરફ આગથી બિલ્ડિંગના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો.  આગને એક કલાકમાં કાબુમાં લીધી હતી.  આગથી દુકાનદારોને ભારે નુકસાન થયું છે અને પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે.  આ આગમાં જોકે કોઈ જાનહાની થઈ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads