Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા જિલ્લામાં શિવસેનાએ ભાજપને ટાર્ગેટ કર્યું રાણેનો વિરોધ કરવા ભાજપની ઓફિસમાં તોડફોડ


થાણા જીલ્લામાં શિવસેના પદાધિકારીઓ અને કાયૅકરોએ આજે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે વાપરેલા અપશબ્દોને લીધે કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર સહિત સમગ્ર જિલ્લામાં ભાજપ કચેરીઓ,ભાજપનાનેતા અને કાયૅકરોને નિશાન બનાવી તોડફોડ કરી છે.

ઉલ્લાસ નગર ખાતે નગર સેવક તેમજ તેમના પુત્ર ને મારઝૂડ કરી કાળીશાહી પોતવામા આવી હતી જ્યારે કલ્યાણ વેસ્ટની અહલ્યા બાઈ ચોકમાં આવેલી ભાજપાની કચેરીમાં શિવસેના ના વિજય સાળવીની આગેવાની મા ધસી આવેલા શિવસેના ના કાયૅકરોએ કચેરીમાં ના કાચો ફોડીનાખી બોડૅપર પથ્થર મારો કર્યો હતો, કલ્યાણ ઇસ્ટમા શિવસેના કાયૅકરોએ નારાયણ રાણે ના વિરોધમાં અપશબ્દો વાપરીને આંદોલન કર્યું હતું. ડોબીવલીમા શિવસેના આગેવાન રાજેશ મોરે ની આગેવાનીમાં શિવસેના કાયૅકરોએ નારાયણ રાણે નુ પુતળું બાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે તેને વિફળ બનાવ્યો હતો. આ પ્રમાણે સમગ્ર જિલ્લામાં નારાયણ રાણે અને ભાજપ ના વિરોધમાં શિવસેનાએ ઉગ્ર આંદોલન છેડ્યું હતું અને કેટલાક ઠેકાણે ભાજપના કાયૅકરોને મારઝૂડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads