આ પ્રસંગે જિલ્લા પરિષદના પ્રમુખ પુષ્પા પાટીલ, જિલ્લા પરિષદના ઉપપ્રમુખ સુભાષ પવાર, થાણેના મેયર નરેશ મસ્કે, ધારાસભ્ય સંજય કેલકર, કલેક્ટર રાજેશ નાર્વેકર, મુખ્ય કાર્યકારી અધિકારી ભાઈસાહેબ ડાંગડે, થાણે મ્યુનિસિપલ કમિશનર બિપીન શર્મા, એડિશનલ કલેકટર વૈદેહી રાનડે, પોલીસ કમિશનર જયજીત સિંહ ,પોલીસ અધિક્ષક વિક્રમ દેશમાને, સરકારી અધિકારીઓ અને તમામ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રોતાઓને માર્ગદર્શન આપતા શ્રી શિંદેએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સારું કામ કરી રહ્યું છે કોરોનાની લડાઈએ બધાના જીવન જોખમમાં મુક્યા હતા અનેક અધિકારી અને કર્મચારી તેમા શહીદ થયા છે તેઓને સરકારી મદદ મળશે .પોલીસો માટે ૪૫૦૦ મકાનો અનામત રાખવામાં આવ્યા છે. ખેડૂતોએ પરંપરાગત પદ્ધતિ છોડી નવી આધુનિક પદ્ધતિ અપનાવવી જોઈએ.
કોંકણમાં પડેલા મુશળધાર વરસાદને ટાણે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ટીડીઆરએફ) એ કોઈપણ આપત્તિના કિસ્સામાં શોધ અને બચાવ કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે પાલક મંત્રીએ થાણે જિલ્લાના વહીવટમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ, સંસ્થાઓને સન્માન અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, થાણે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, (ટીડીઆરએફ) ડિઝાસ્ટર સર્ચ, રેસ્ક્યુ, જવાન, મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હોસ્પિટલોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિભાગ, જિલ્લા પરિષદ, થાણે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર છોકરીઓ અને મહિલાઓને ટ્રોફી સાથે ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા.
કોરોનાની આ કટોકટીમાં આપણે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં દરેક વ્યક્તિએ સામાજિક સલામત અંતર, માસ્કનો ઉપયોગ અને વારંવાર હાથ ધોવા, રોજિંદા જીવનમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવાના ચાર સિદ્ધાંતો અપનાવવા જોઈએ એવી તેમણે સહકારની અપીલ કરી.
પાલક મંત્રી એકનાથ શિંદેએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, કોરોના યોદ્ધાઓ, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત નાગરિકોને મળ્યા અને તેમને શુભેચ્છા પાઠવી.




