ડોમ્બિવલીનુ જોખમી મકાન જનાબાઈ નિવાસ તોડીપાડવાની કામગીરી શરૂ
જૂન 16, 2021
0
ચોમાસાની મોસમમાં થતા અકસ્માતોને રોકવા માટે ખૂબ જોખમી એવી બિલ્ડિંગોને તોડી પાડવા કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીએ આપેલી સૂચના મુજબ, વિભાગીય નાયબ કમિશનર પલ્લવી ભાગવતનાં માર્ગદર્શન હેઠળ, ડોમ્બિવલી પૂર્વ, આયરે રોડ ખાતે સી વોર્ડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળની જૂની જોખમી ઈમારત જનાબાઈ નિવાસને ખાલી કરાવવાની શરૂઆત આજથી કરવામાં આવી હતી.આ બિલ્ડિંગનું નિર્માણ વર્ષ ૧૯૮૨ માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં દર વર્ષે સન ૨૦૧૮ થી નોટિસ આપવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં ૧૪ ભાડુઆત અને ૬ વેપારીઓ ની દુકાનો હતી, પરંતુ હવે તે સંપૂર્ણ ખાલી છે. રામનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓના બંદોબસ્ત સાથે, મનપા કર્મચારીઓએ ૧ પોકલેની મદદથી સી ડિવિઝન ઓફિસર સંદીપ રોકડેની ઉપસ્થિતિમાં આજે બિલ્ડિંગને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી તેને તોડવાની શરૂઆત કરવામાં આવી છે.



