કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સર્વ પ્રકારના વેપારીઓ ને સોમવાર થી શુક્રવાર સવારે ૭ થી સાંજે ૪.૦૦ સુધી દુકાનો ખુલી રાખી વેપાર કરવાની છૂટ આપી છે.
મનપા વિસ્તારોમાંના મોલ્સ, થિયેટર, મલ્ટિપ્લેક્સ સિનેમા,નાટ્યગૃહ બંધ રહેશે, જ્યારે હોટલો સોમવારે થી શુક્રવાર સુધી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ૫૦ટકા આસન ક્ષમતાસાથે પ્રત્યક્ષ ભોજનમાટે ખુલ્લી રાખી શકશે, ત્યારબાદ હોમ ડિલિવરી પાસૅલ સેવા આપી શકશે.
લોકલ ટ્રેન સેવાનો આવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ લાભ લઈ શકશે. સાવૅજનિક મૈદાન, મોર્નિંગ વોક,સાયકલ વૉક માટે સવારે ૫.૦૦થીસવારે ૯.૦૦ છૂટ આપવામા આવી છે.
ખાનગી ઓફિસમાં ૫૦ ટકા ક્ષમતા સાથે સોમવારે થી શુક્રવાર સુધીસવારે ૭.થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી શરુ રાખવાની છૂટ આપવામા આવી છે.
સામાજિક, રાજકીય, મનોરંજન કાર્યક્રમ માટે સોમવારે થી શુક્રવાર સુધી ૫૦ ટકા ઉપસ્થિતિમાં છૂટ છે, લગ્ન સમારંભ ૫૦ વ્યક્તિ, અંતિમસંસ્કાર ૨૦ વ્યક્તિ ની મયૉદા રખાઈ છે.
મેળાવડામાં, ચૂંટણીમાં,સવૅ સાધારણસભા, માટે ૫૦ ટકા ક્ષમતા સાથે છૂટ આપવા મા આવી છે. બાંધકામ ક્ષેત્રે,અને કૃષિ વિષયક કામ માટે દરરોજ છૂટ આપી છે. ઈ-કૉમસૅ દરરોજ શરુ રાખવાની છૂટ છે.
જીમ,સલુન,સ્પા, બ્યુટી પાર્લર ૫૦ ટકા ક્ષમતા સાથે શરુ કરવાની છૂટ આપવામા આવી છે. આ શિવાય ઉત્પાદન કરતા એકમોને ૫૦ ટકા કામદારોની ક્ષમતા મર્યાદિત કરાઈ છે. મહા પાલીકા કમિશનર ડૉ.વિજય સૂયૅવંશીએ આજે કાઢેલા આદેશમા ઉપરોક્ત છૂટ આપી છે.