થાણા શહેરની લગભગ ૧૦૨ જેટલી હોસ્પિટલોને ખાનગી કચેરીઓ, ઔદ્યોગિક મથકો અને આવાસ સંકુલો માટે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવેલી રસીકરણ નીતિ હેઠળ રસીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ ખાનગી કચેરીઓ, ઔદ્યોગિક મથકો અને આવાસ સંકુલ માટે કોરોના નિવારણ રસીકરણનો વ્યાપ વધારવા તેમજ મહત્તમ સંખ્યામાં નાગરિકોની સંપૂર્ણ રસીકરણને ધ્યાનમાં રાખીને રસીકરણ નીતિ ઘડી છે. આ નીતિ હેઠળ, થાણા મનપાએ અત્યાર સુધીમાં રસીકરણ કેન્દ્રો માટે ૧૦૨ ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આપેલા નિર્દેશો મુજબ, અત્યાર સુધીમાં ૧૦૨ નવી ખાનગી હોસ્પિટલોને થાણે મ્યુનિસિપલ ટાસ્ક ફોર્સ દ્વારા થાણેમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ૧૮ ક્લિનિક્સ અને ૮૪ હોસ્પિટલોનો સમાવેશ થાય છે. રસીકરણની તેમની ક્ષમતા ચકાસવા માટે મ્યુનિસિપલ ટીમ દ્વારા તમામ દવાખાના તેમજ હોસ્પિટલોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે.
દરમિયાન, ખાનગી કચેરીઓ, ઔદ્યોગિક મથકો પર રસીકરણ શરૂ થઈ ચુકી છે અને ખાનગી હાઉસિંગ સંકુલમાં પ્રથમ ખાનગી રસીકરણની શરૂઆત થાણાની હિરાનંદાની એસ્ટેટમાં કરવામાં આવી છે.