વિક્રોલીના ત્રણ યુવકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે, કલ્યાણ ખડકપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શિપિંગ કંપનીમાં નોકરી આપવાના નામે ત્રણ યુવકો પાસેથી રૂપિયા ૧૨ લાખની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ચીટર કરનાર એક કલ્યાણની સ્ત્રી છે, જેનું નામ માનસી ખંડેલવાલ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિક્રોલિના ટાગોર નગરમાં રહેતી મનીષા સિંહ નામની ૪૦ વર્ષીય મહિલાએ કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું કે માનસી ખંડેલવાલ અને મુથુ નામના બે શખ્સો કલ્યાણ ના રહેવાસી છે. આધરવાડી ચોક પાસે આવેલ ત્રિવેણી ગાર્ડન નામની સોસાયટીમા માનસી તેની માતા રાગીણી ખંડેલવાલ સાથે રહેછે તેમને દુર્ગાડી કિલ્લા પાસે ગણેશઘાટ ખાતેના જહાજની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમને તેના સંબંધી અને એક પાડોશીના છોકરાને શિપિંગ કંપનીમાં નોકરી માટે લલચાવી અને પ્રત્યેક ના ૪ લાખ પ્રમાણે કુલ રૂ.૧૨ લાખ આપ્યા હતા.પરંતુ કોઈને નોકરી મળી નથી કે પૈસા પરત કર્યા નથી. જ્યારે તેમની પાસે પૈસા પાછા માંગીએ છીએ, ત્યારે તે તમામ પ્રકારના બહાના બનાવી રહી છે અને માર મારવાની ધમકી આપી રહી છે. વિક્રોલી મુંબઇની રહેવાસી મનીષા સિંહની ફરિયાદ પરથી કલ્યાણની ખડકપાડા પોલીસે માનસી ખંડેલવાલ અને મુથુ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.