કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ડો.વિજય સૂર્યવંશીની સૂચના મુજબ, એ.ટી. કમિશનર સુનીલ પવાર અને વિભાગીય નાયબ કમિશનર ઉમાકાંત ગાયકવાડના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દિવસથી છાયા ટોકીઝ, મુરબાડ રોડ, કલ્યાણ (પ) ની સામે આવેલી મોર્ડન ગેસ્ટ હાઉસ ઈમારત ને તોડી પાડવાની કામગીરી શરૂ છે. આ મિલકત મહાનગર પાલિકાની છે અને આ બિલ્ડિંગનું નિર્માણ ૧૯૭૬ માં કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની છે અને વર્ષ ૨૦૧૩ માં હાથ ધરાયેલી બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ ઓડિટ મુજબ આ બિલ્ડિંગ જોખમી હોવાનું જાણવા મળ્યું હતું. મકાન ધોખાદાયક બન્યું હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર પર કબજો ધરાવનારા વેપારીએ ખાલી કરાવવાના આદેશ સામે હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ નિર્ણય મહા પાલિકાની તરફેણમાં આવતાં સુપ્રીમ કોર્ટમાંગયા હતા ત્યાં રિટ પિટિશનના નિર્ણય મુજબ નગરપાલિકાને ૩૦-૦૫-૨૦૨૧ સુધીમા ગાળા ધારકોને સામાન હટાવવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો એ પ્રમાણે મકાન ખાલી કરાવી ઈમારત ને જેસીબી મશીન ની મદતથી તોડી પાડવામાં આવ્યું છે
આ કામગીરી બી વોર્ડના એરિયા અધિકારી ચંદ્રકાંત જગતાપ, નાયબ ઇજનેર નેમાડે, જુનિયર ઇજનેર મોર, તથા કમૅચારીઓ એ કેબલ ક્રશિંગ મશીનની મદદથી હાથ ધરવામાં આવી હતી.