સાહિલ હાશ્મીની લાશ કોપર-દિવા રેલ્વે સ્ટેશન નજીકથી મળી આવી છે. તેનું મોત શંકાસ્પદ છે.
સાહિલ હાશ્મીની લાશ કોપર-દિવા રેલ્વે સ્ટેશન નજીકથી મળી આવી છે. તેના મોતની આશંકા છે અને આ ઘટનાની તપાસ ડોમ્બિવલી રેલ્વે પોલીસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના ભદોઈનો રહેવાસી સાહિલ ૧૮ જૂને મેઈલ એક્સપ્રેસમાં સગીર યુવતી સાથે મુંબઈ જવા રવાના થયો હતો. ૧૯ જૂને ટ્રેન કલ્યાણ પહોંચી હતી. સવારે ૧૧ વાગ્યાના સુમારે, સીએસટીના એક સ્થાનિક મોટરમેને કોપર-દિવા રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેક પર એક યુવાનને ઇજા પહોંચેલો જોયો. મોટરમેને આ અંગે રેલ્વે પોલીસને જાણ કરી હતી. રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે મુંબઇની સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન સાહિલનું મોત નીપજ્યું હતું.
દરમિયાન, સાહિલ સાથે મુંબઇ આવેલી સગીર યુવતી તેના ભાઈ સાથે વતન પરત આવી છે. મુંબઈમાં રહેતા તેના ભાઈને બાતમી મળી હતી કે સાહિલ અને સગીર યુવતી મુંબઇ આવી રહી છે, તેણે સાહિલ અને તેની બહેનને પણ ટ્રેનમાં જોઇ હતી. તેના ભાઇના કહેવા પ્રમાણે, સાહિલ કોપર અને દિવા સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં તેણે સાહિલ સામે સગીર બાળકીનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો છે. રેલવે પોલીસ તપાસ કરી રહી છે કે સાહિલ ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો કે પછી તેને કોઈએ ધક્કો માર્યો? સાહીલ ના વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં કેસ દાખલ કરાયો હતો અને યુવતીના ભાઇએ પોલીસને નિવેદન આપ્યું હતું.



