કલ્યાણ ડોમ્બિવલીના વિકાસ યોજનામાં ૧૮ મીટર લાંબો સુભાષ રોડ-હનુમાન મંદિરથી હેમંત પ્રોવિઝન સ્ટોર્સ સુધીના આ ડીપી રસ્તાના કામમાં અડચણરૂપ બનેલા ૨૩ બાંધકામોને હટાવવા માટે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૧૨ હેઠળ નોટિસ ફટકારી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશના વિરોધમાં બાંધકામ માલિકોએ પ્રથમ હાઇકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. મા.સુપ્રીમ કોર્ટના સ્ટેના આદેશ બાદ બાંધકામ હટાવવાનુ અટકાવવામાં આવ્યું હતુ. આ હુકમમાં આપેલ સમયગાળો આજે સમાપ્ત થતાંની સાથે જ ઉપરોક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, મનોજ મ્હાત્રે અને મંદાર મ્હાત્રેએ કામગીરીને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સંજય સાબળેએ સમયસર ઉપસ્થિત રહી અને લાંબા સમયથી રાહ જોવાતા બાંધકામ હટાવવાના કામમાં સફળ રહ્યા હતા. આ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીના આદેશ મુજબ વોર્ડ વિસ્તારના અધિકારી સુહાસ ગુપ્તેએ કે. ડી.એમ.સી. પોલીસ કર્મચારીઓ અને વિષ્ણુનગર પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓની મદદથી ૧ પોકલેન, ૧ જેસીબી, ૨૦ કામદારો અને અનધિકૃત નિયંત્રણ વિભાગના કર્મચારીઓની મદદ લીધી હતી.



