Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણાના ઝુંપડાઓ પર શિલાઓ પડવાનોભય, કલવા,મુબ્રામાના ડુગર ઉતારપર ભૂસ્ખલન નુ જોખમ, પાલીકા એ નોટિસ ફટકારી


કોરોના મહામારી નુ દૃષ્ટચક્ર કાયમ છે ત્યાં થાણા,કલવા, મુબ્રાના ડુગર ઉતારપરની ઝુંપડપટ્ટી પર મૃત્યુ નો ભય સતત વતૉય છે.ચોમાસાના મુસળધાર વરસાદમાં ૨૬ ઠેકાણે ભૂસ્ખલન અથવા શિલાઓ પડવાનુ જોખમ રહેતુ આવ્યુ છે.માળીણજેવી દુધૅટના ટાળવા માટે ખબરદારી લેવા ડુગરાળ ઉતારવાળા વિસ્તારોમાં ના રહેવાશીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની નોટિસ મોકલવાની પ્રક્રિયા થાણા મહાનગરપાલિકા એ શરુ કરી છે.આ શિવાય વન વિભાગ ને પણ કારવાઈ કરવા માટે પત્ર મોકલવામાં આવેલ છે તેથી એક તરફ કોરોનાનુ સંકટ જ્યારે બીજી તરફ મૃત્યુ ની ટાંગતી તલવાર એવી કાતરમા સેકડો ઝુંપડપટ્ટી માના લાખ્ખો રહેવાશીઓ સપડાયેલા છે અને ચોમાસામાં સંસારનુ ગાડુ ચલાવી જવુ ક્યાં આ ચિંતા માં તેમની ઊંઘ ઊડી ગઈ છે.

થાણા શહેરનો વધારો ગયા કેટલાક વષૉથી ઝડપથી થઇ રહ્યો છે તેથી મળે તે જગ્યાએ ઘરો બાધવા તરફ કલ વધ્યો છે શહેરોમાં કલવા, મુબ્રા, લોકમાન્ય નગર,ઘોડબંદરરોડ પરના પાતલીપાડા પરિસરમાં નાડુગરનીચે ઘરો બાંધવામાં આવેલાં છે.

ચોમાસામાં રાયલાદેવી પરિસરમાં-૧૨,વતૅકનગર-૧,માજીવાડા-માનપાડા-૨, કલવા-૬,મુબ્રા-૫, મળીને કુલ ૨૬ સ્થળે ભૂસ્ખલન ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેથી ચોમાસુ શરૂ થયા પહેલાં પાલિકા તરફથી ઘરો ખાલી કરવા સંદર્ભે દર વષૅની માફક નોટીસો બજાવવા મા આવે છે.આ સંદર્ભે કલવા પ્રભાગ સમિતિ ના અધિકારી ની એક બેઠક મળી આ પ્રસંગે પારસીક બોગદા ડુગર પરીસરમાં ની ઝુંપડીઓને નોટિસ બજાવવાની તૈયારીઓ પુરી કરાઈ છે આ ઝુંપડીઓ વન વિભાગના હરીત પટ્ટી મા હોવાથી તેઓને પાલીકા એ પત્ર મોકલી કારવાઈ કરવા સૂચના કરી છે એવી માહિતી મુબ્રા પ્રભાગ સમિતિના અધિકારી સાગર સાળુકેએ આપી છે.

લોક પ્રતિનિધિ ની મદત લેવાશે

પારસીક ડુગર પરીસરમાં ની ઝુંપડપટ્ટી મા અંદાજે હજારો ઝુપડા છે દર વષૅ ચોમાસા દરમિયાન આ ઝુંપડીઓ ખાલી કરવાની નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યાંના રહેવાશીઓ તરફથી તેનો અમલ થતો નથી આ વષૅ પણ પરિસ્થિતિમાં બદલ થવાની શક્યતા નથી તેથી દુઘૅટના ન બને તે માટે સવૅ ઉપાય યોજનાઓ કરાય છે તે માટે લોક પ્રતિનિધિઓ ની મદત લેવામાં આવશે. દરમ્યાન ચોમાસામાં એકાદી દુઘૅટના બને તો પાલીકા ના ધોલાઈનગર શાળામા તાતપુરતા પુનર વસનની સગવડ કરવામાં આવશે એવી માહિતી પાલિકા અધિકારી સચિન બોરસેએ આપી છે.

મુબ્રા ડેન્જર ઝોનમાં

મુબ્રામા આ પહેલા ડુગરપરની શિલાઓ સરકીપડી અનેકોના જીવો ગયા ની ઘટનાઓ બની છે તેથી અહીના રાણાનગર, પંજાબી કોલોની,વાગરી કોલોની,ગૌતમ નગર, હનુમાન નગર, દત્ત ચૌક, દત્ત વાડી પરીસર,પૈલાસ ગીરી નગર અને બાયપાસ, શૈલેશ નગર,બંજારા વસ્તી,સેવાલાલ નગર,કાપૂર પાડા, સમ્રાટ નગર, ગાંવ દેવી મંદિર પરિસર,શ્રી સ્વામિ સમથૅ ચાલ,સિદ્ધાથૅ નગર,આબેડકર નગર, આઝાદ નગર, શિવાજી નગર,ભય્યા વાડી,ખડી મશીન રોડ,અને ગરીબ નવાઝ શાળા આ ભાગોમાં શિલા સરકવાની તેમજ ખાડી કિનારા પરની વસાહતમાં અતિવૃષ્ટિના સમયમાં પુર પરિસ્થિતિ નુ જોખમ હોવાનુ પ્રશાસન એ જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads