કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી ઘન કચરા મેનેજમેન્ટ ટેક્સ લેવાનું શરૂ કરાયું છે. આ કર દરરોજ ૨ રૂપિયા પ્રમાણે વસુલ કરવામાં આવી રહ્યો છે ...
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી ઘન કચરા મેનેજમેન્ટ ટેક્સ લેવાનું શરૂ કરાયું છે. દરરોજ ૨ રૂપિયાના દરે આ વેરો વસૂલવામાં આવે છે અને તે રકમ સંપત્તિ વેરાના બિલમાં શામેલ કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન નાગરિકો પર બીજો ટેક્સ લાદવામાં આવ્યો છે. તેથી મિલકત વેરો ભરનારા નાગરિકોમાં રોષનું વાતાવરણ છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટેક્સ અંગેનો નિર્ણય નો અમલ મ્યુનિસિપલ હદમાં એપ્રિલથી શરૂ થયો છે. દર મહિને ૬૦ રૂપિયા અને દર વર્ષે ૭૨૦ રૂપિયાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટેક્સ મિલકત માલિક પાસેથી દરરોજ ૨ રૂપિયા પ્રમાણે લેવામાં આવશે. દર વર્ષે આ કરવેરાની વસૂલાતમાંથી મનપને ૧૦ થી ૧૨ કરોડની આવક થશે. નાગરિકોના પ્રોપર્ટી ટેક્સ પર શિક્ષણ કર, વૃક્ષ કર, પાણી પુરવઠા લાભ કર અને રાજ્ય શિક્ષણ સરચાર્જ જેવા વિવિધ કર વસૂલવામાં આવે છે. તેમાં એક બીજો ટેક્સ ઉમેરવામાં આવ્યો છે.
શિવસેનાના પૂર્વ કોર્પોરેટર સચિન બસરેએ કહ્યું કે ઘન કચરો મેનેજમેન્ટ ટેક્સ એક જીજીયા ટેક્સ છે. કોરોના સમયગાળા દરમિયાન નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ મુકાયા છે. ત્યારે આ ટેક્સ તેમના પર લાદવામાં આવ્યો છે. જ્યાં મહાનગર પાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ અમલમાં મુકાયા નથી. જો યોગ્ય હોય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર ટેક્સ લગાવી શકાય છે. મેનેજમેન્ટ ન હોય ત્યારે ટેક્સ કેમ વસૂલવો? મનપાની જનરલ સભાએ કરવેરા અંગેનો ઠરાવ પસાર કર્યો નથી. કોર્પોરેશનની ચૂંટણી અને સભ્યોના નવા બોર્ડની રચના બાદ કરવેરાનો મુદ્દો ઉઠાવવામાં આવે. ત્યાં સુધી, આ ટેક્સ રદ કરવો જોઈએ.
ટેક્સ ઘટાડવા માટેની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી રહી નથી, કોરોના સમયગાળામાં ઘણા લોકો પાસે પહેલેથી જ કોઈ કામ નથી. કેટલાક લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જ્યારે અન્યની નોકરી ગુમાવી પડે તેમ છે. તેમાં નાગરિકો ઉપર આ નવો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
કેડીએમસીમા રાજ્યની અન્ય નગરપાલિકાઓની સરખામણી કરતાં નાગરિકો પાસેથી વધારે વેરો વસૂલ કરે છે. વિવિધ ટેક્સ પર કુલ ૭૧% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
જ્યારે કોર્પોરેશન દ્વારા બિલ્ડરોને ઓપન લેન્ડ પરના વેરા દરમાં માફી આપવામાં આવી ત્યારે માંગ કરવામાં આવી હતી કે નાગરિકો પાસેથી વસૂલવામાં આવતા વેરા ઘટાડવામાં આવે. જો કે, તે પરિપૂર્ણ થઈ નથી. તેનાથી વિપરિત, નવો ઘન કચરાના વ્યવસ્થાપન કર લાદવામાં આવ્યો છે.