થાણે મહાનગર પાલિકાની પોતાની પાણી પુરવઠા યોજના હેઠળ પીસે ખાતે પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ અને પમ્પિંગ મશીનની મરામતના કામને લીધે, શહેરના કેટલાક ભાગોમાં શુક્રવાર તા. ૨૮ મે ૨૦૨૧ ને સવારે ૯.૦૦ થી ૯.૦૦ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે એવુ થાણા મનપાના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શહેરમાં ઘોડ બંદર રોડ, પાતલીપાડા, હિરાનંદાની એસ્ટેટ, બ્રહ્માંડ, વિજયનગરી, ગૌમુખ, ગાંધીનગર, સુરકરપાડા, બાલકુમ, માજીવાડા, માનપડા, કોઠારી કંમ્પાઉન્ડ, પવનગર, આઝાદનગર, સાકેત, રતુરૂપ, સિદ્ધેશ્વર, જેલ ટાંકી, જોહ્ન્સન, સનાતન, સમતા નગરમાં સવારે ૯.૦૦ થી ૯.૦૦ સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
ઉપરોક્ત શટડાઉનને લીધે, પાણીનો પુરવઠો પુન સ્થાપિત ન થાય ત્યાં સુધી આગલા ૧ થી ૨ દિવસ ઓછા દબાણથી પાણી પુરવઠો શરૂ રહેવાની સંભાવના છે. જો કે પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પાણીનો સંગ્રહ કરીને કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરી છે.