ભાજપના સાંસદ કપિલ પાટીલે માંગ કરી છે કે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રૂક્ષ્મણીબાઈ હોસ્પિટલને૫૦૦ બેડની પથારીમાં અપગ્રેડ કરવામાં આવે એવી મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ સચિવ ભૂષણ ગગરાની પાસે કરી છે. કલ્યાણ-ડોમ્બિવલી શહેરની સાથે ૨૭ ગામોની વધતી વસ્તીને ધ્યાનમાં લેતા, હાલના બેડ પથારીની વ્યાવસ્થા અપૂરતી છે એવુ પાટિલે તેમની માગણીમાં જણાવ્યું છે.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની લોક સંખ્યા ૧૯ લાખ પર પહોંચી ગઈ છે. તેમાં ૨૭ ગામોનો ગ્રામીણ વિસ્તાર પણ શામેલ છે. શહેરના મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો સારવાર માટે રૂક્ષ્મણીબાઈ હોસ્પિટલમાં આવે છે. ગયા વર્ષે ૧૦ હજાર ૭૫૮ દર્દીઓ, ૨ લાખ ૩૭ હજાર ૧૭૩ બહારના દર્દીઓ અને ૧૯ હજાર ૧૦૧ દર્દીઓએ સર્જરી કરાવી હતી. હાલમાં હોસ્પિટલમાં માત્ર ૧૨૦ બેડની વ્યવસ્થા છે, તેથી સામાન્ય નાગરિકોને ખાનગી દવાખાને સારવાર માટે જવું પડે છે. હોસ્પિટલમાં ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓની સંખ્યા પણ અપૂરતી છે,એવુ કપિલ પાટીલે ધ્યાન દોર્યું છે.
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નાજૂક છે. નિગમ આ હોસ્પિટલમાં વધારાના પૈસા ખર્ચ કરી શકશે નહીં. તેથી, રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ૫૦૦ બેડની હોસ્પિટલને મંજૂરી આપવી જોઈએ, એવુ કપિલ પાટીલે શહેરી વિકાસ વિભાગને માંગ કરી છે.