ઉલ્લાસ નગર કેમ્પ નંબર -૫ મા ગઈ કાલે સાંજે અગાઉ માગેલા ૨૦ રૂપિયા ન આપનાર યુવાન સાથે થયેલા વિવાદને લઈને એ યુવાન ને ચાકુ ધા ઝિંકી દઈ તેને મોતને ધાટ ઉતારાયો હોવાનો ગુનો હિલ લાઈન પોલીસે નોંધ્યો છે યુવાન ના થયેલ ખૂન ને લીધે કેમ્પ નં-૫ પરિસરમાં સનસનાટી મચી હતી.
મળેલી માહિતી મુજબ મૃતક અનિલ હરીરામ આહુજા (૨૦) અને તેનો મિત્ર રવિ બંન્ને કેમ્પ નં-૫ પરિસરમાં આવેલા એક બારની પાછળ ઉભા હતા ત્યારે આરોપી સાહીલ મૈરાળે (૨૦) ત્યાં આવી અગાઉ માગેલા ૨૦ રૂપિયા ન આપવાનો વિવાદ ઉભો કરી મૃતક અનિલ સાથે ગાળા ગાળી શરુ કરી અનિલ ઉપર ચાકુ વડે હુમલો કરી અનેક ધા અનિલ ના શરીર ઝીંકી દીધા હતા.આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અનિલ નુ મોત નિપજ્યું હતું.આ બાબતે અનિલ ના મિત્ર રવિએ હિલ લાઈન પોલીસમાં દાખલ કરેલી ફરીયાદ પરથી પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર કરડકર વધુ તપાસ કરી રહ્યા છે.