અતિવૃષ્ટિ તથા વાવાઝોડા ને લીધે કલ્યાણ ડોમ્બીવલી મહાપાલિકા વિસ્તારમાં જે ઘરો, દુકાનો, ઝુંપડપટ્ટી માના ઝુપડાઓના પતરાઉડી ગયા છે અને તેના સમારકામની જરૂર છે તેવી વસ્તુઓની દુકાનો તેમાં ખાસ કરીને ઈલેક્ટ્રીક, હાડૅવેર, તાડપત્રી ની દુકાનોને સોમવાર થી શુક્રવાર દરમ્યાન સવારે ૭ થી ૧૧ ખોલવાની પરવાનગી આપતો આદેશ મનપા કમિશનર ડૉ. વિજય સૂયૅવંશી દ્વારા બહાર પાડવામાં આવેલ છે જ્યારે શનિવારે અને રવિવારે સંપૂર્ણ દુકાનો બંધ રહેશે.
દુકાનદારોએ અને ગ્રાહકોએ ડબલ માસ્ક વાપરવો બંધન કારક હોઈ દુકાન માં સેનેટાઈઝર, દુકાનો ની સામે અંતરનુ માર્કિગઅને એક સમયે ફક્ત પાંચ ગ્રાહકો નેજ પ્રવેશ આપવામાં આવે એવુ આદેશ મા જણાવ્યું છે.