વર્ષ ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી બાદ, સેનાના પક્ષના નેતાઓ દ્વારા સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાને બે વર્ષ માટે કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી. સેનાની આ બેદરકારીની નીતિને કારણે બાલ્યા મામાના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.
થાણે જિલ્લાના ગ્રામીણ રાજકારણમાં વજનદાર નેતા એવા શિવસેનાના પૂર્વ જિલ્લા સંપર્ક અધિકારી અને થાણે જિલ્લા પરિષદના આરોગ્ય અને બાંધકામ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાએ શિવસેના થાણે જીલ્લા પરિષદના સભ્ય તથા પક્ષના સભ્યપદની સાથે રાજીનામું આપ્યું છે. તેમણે તેમનુ રાજીનામું શિવસેનાના જિલ્લા વડા પ્રકાશ પાટીલને સોંપ્યું છે. તેમના રાજીનામાને લીધે શિવસેનાને થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટો ફટકો પડશે.
વર્ષ ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી બાદ, સેનાના પક્ષના નેતાઓ દ્વારા સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાને બે વર્ષ માટે કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી. સેનાની આ બેદરકારી ભરી નીતિને કારણે બાલ્યા મામાના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. આખરે, પોતાના અંગત કારણો જણાવતા સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાએ શિવસેનાના સભ્યપદ અને જિલ્લા પરિષદના સભ્યપદથી પણ રાજીનામું આપ્યું.
ખાસતો થોડા દિવસો પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પાટોલે બાલ્યા મામાના ઘરે આવ્યા હતા. ત્યારથી, બાલ્યા મામા કોંગ્રેસમાં જવાની અટકળો વહેતી થઈ હતી. હવે બાલ્યા મામાએ રાજીનામું આપ્યું છે ત્યારે એવી ચર્ચા છે કે તેઓ કોંગ્રેસ સાથે જોડાશે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બાલ્યા મામાએ ૨૦૨૪ માં આગામી લોકસભાની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિ પર રાજીનામું આપ્યું છે. જો કે, રાજકીય નિષ્ણાતો એવું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે કે તેમના રાજીનામાને લીધે શિવસેનાની થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટી પકડ હવે ઢીલી પડશે.