થાણા જીલ્લામાં મહારાષ્ટ્ર સરકાર એ લાદેલા લૉક ડાઉન ને લીધે થાણા, કલ્યાણ-ડોમ્બિવલી,નવી મુંબઈ,મીરા ભાયંદર, ભિવંડી, ઉલ્હાસ નગર, અંબરનાથ, બદલાપુર સહીત અનેક શહેરોમાં ની દુકાનો ૩૧ એપ્રિલ સુધી બંધ કરી છે તેને લીધે આ દુકાનો મા કામ કરનારા સેંકડો ગુમાસ્તા,સેલ્સમન બેકાર થઈ જતા તેમના પર નિભૅર રહેનારા સેકડો કુટુંબો આર્થિક રીતે પાયમાલ થઈ તેની સીધી અસર કુટુંબ ના હજારો લોકોને થઈ રહી છે ગયા વષૅના લૉક ડાઉન ને લીધે પાયમાલ થઈ ગયેલા વેપારીઓ અને તેમની પાસે કામ કરનારા લોકો હવે માંડ માંડ બેઠા થયા હતા ત્યારે ફરી લદેલા લૉક ડાઉન ને વેપારીઓ અને કામદારોને બેકારીની ખાઇમાં ધકેલી દીધા છે બેકાર થયેલા વેપારીઓ અને કામદારોએ ઉપવાસ પર ઉતરી રાજ્ય સરકારને વહેલી તકે આ લૉક ડાઉન સમાપ્ત કરવાની ગુહાર લગાવે છે.સરકારે આ સંદર્ભે યોગ્ય વિચાર કરી આ ગંભીર પ્રશ્ન નો ઉકેલ લાવી હજારો લોકોની બેકારી દૂર કરી જીલ્લા ની ઇકોનોમીને મજબૂત કરવાના પ્રયત્નો કરે તેવી માગણી ઉઠી છે



