કલ્યાણ ભૂમીઅભિલેખ કચેરીના વર્ગ-૩,ના બે ભૂમીકર માપક અધિકારીઓ ને આજે રૂપિયા ૧ લાખ ૮૦ હજાર ની લાંચ સ્વીકારતા થાણા એન્ટીકરપશન વિભાગ ના અધિકારીઓએ રંગે હાથ ઝડપી લીધા હોઈ તેમના વિરોધમા લાંચ લેવાનો ગુનો દાખલ કરેલ છે એવુ થાણા એસીબીના અધિકારી એ જણાવ્યું છે.
મળેલી માહિતી મુજબ ફરીયાદીની કલ્યાણ તાલુકાના ગોહેલી તેમજ રાયતા ગામે જમીન આવેલી હોઈ જમીન માપણીના કામ માટે કલ્યાણ ભૂમી અભિલેખ કચેરીના વર્ગ-૩ના જમીન માપણી અધિકારી ભૂષણ જયસિંહ ગિરોસે અને ચંદ્રશેખર જગન્નાથ આહીરરાવને મળ્યા હતા તેઓએ આ કામ માટે રૂપિયા બે લાખની લાંચ માગી હતી પરંતુ આખરે ૧ લાખ ૮૦ હજાર મા પતાવટ કરી હતી.આ બાબતે ફરીયાદીએ થાણા એન્ટીકરપશન વિભાગના અધિકારીઓ ને ફરીયાદ કરી હતી તેથી થાણા એસીબીએ આજે છટકુ ગોઠવી ભૂષણ ગિરોસે તથા ચંદ્ર શેખર આહીરરાવને લાચ સ્વિકારતા ઝડપી લીધા હતા.



